Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

તારાપુર તાલુકામાં પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પાદરાની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

તારાપુર : તારાપુર તાલુકાના પાદરા ગામે રહેતી પરિણીતાને શંકાશીલ પતિ દ્વારા આડા સંબંધનો વહેમ રાખી અવાર નવાર અપશબ્દો બોલી મારઝુડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તારાપુર પોલીસે પતિ સાસુ - સસરા સામે  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તારાપુરમાં રહેતા મોહનભાઈ પરમારની દીકરી ગીતાબહેનના લગ્ન સંજયભાઈ લાલજીભાઈ દુલેરા (રહે.પાદરા) સાથે થયાં હતાં. લગ્ન બાદ સાસરે આવ્યાના થોડા સમય બાદ જ પતિએ આડા સંબંધનો વહેમ રાખી અવાર નવાર અપશબ્દ બોલી મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પતિ સંજયનું ઉપરાણુ લઈ સાસુ ધનીબહેન અને સસરા લાલજીભાઈએ પણ પરણીતા ગીતાબેનને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગીતાબહેને તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે પતિ સંજય, સાસુ ધનીબહેન અને સસરા લાલજીભાઈ દુલેરા વિરુદ્ધ ૪૯૮ (ક) ૩૨૩ ૫૦૪ ૫૦૬ (૨) મુજબ નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

(6:16 pm IST)