Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

નડિયાદના ડભાણ રોડ નજીક ડિજિટલ એજન્સીના નામે કરોડો રૂપિયાની ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : નડિયાદ ડભાણ રોડ પર તથા શહેરના વાણિયાવડ વિસ્તારમાં માસ્ટર ડિજિટલ નામની એજન્સીએ કરોડો રૂપિયા ની રકમની ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં નગરમાં ચકચાર મચી જવા પામી હતી. આ એજન્સી ગ્રાહકો પાસેથી ડિપોઝિટની રકમ લઇ અલગ-અલગ ડિજિટ નંબર આપી ડેટા એન્ટ્રી કરાવતો હતો. જે એન્ટ્રી નાણાં વોલેટ માં પરત આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ આજદિન સુધી ગ્રાહકોને નાણાં નહીં મળતાં ઓફિસે હલ્લાબોલ મચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ ખાતે માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સી આવેલી છે. જેની એક ઓફિસ નડિયાદ ડભાણ રોડ પર તથા બીજી ઓફિસ વાણિયાવડ વિસ્તારમાં આવેલ છે. આ એજન્સી ગ્રાહકો પાસેથી ડિપોઝિટની રકમ મેળવી તેઓને અલગ-અલગ ડિજિટ નંબર આપી એન્ટ્રી કરાવતો હતો. જેને એક એન્ટ્રીના એક રૂપિયા લેખે આપતો હતો. પણ જો એન્ટ્રી ખોટી હોય તો રકમમાંથી ૧ રૂ. કપાઈ જતો હતો. આમ લોકોને ઘરે બેઠા ૩૦૦, ૫૦૦, ૧૦૦૦ કે તેથી વધુ એન્ટ્રી આપતો હતો. કામ પૂર્ણ થયા બાદ ગ્રાહકના વોલેટમાં નાણાં પરત આપવાની બાંહેધરી આપી હતી. આથી નડિયાદના હજારો લોકોએ નાણા રોકી ડેટા એન્ટ્રીનું કામ શરૂ કર્યું હતું. જેમાં શાળાના શિક્ષકો, નોકરિયાત, ગૃહિણીઓ તથા અન્ય મધ્યમવર્ગીય પરિવારના સભ્યોએ નાણા રોક્યા હતા. આ સંદર્ભે નડિયાદના કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ની એજન્સીના મેનેજર ચિરાગ કવૈયા ડિપોઝિટની રકમ રોકડમાં લેતો હતો. જેમાં તેઓએ તેમનું કામ કરવું ક્યારે પણ મળે, ક્યારે વોલેટમાં નાના પડશે, કેટલા દિવસે બેંકમાં જમા થશે તેવી માહિતી આપી ગ્રાહક પાસેથી ડિપોઝિટની રકમ મુજબ દરરોજ ની ૩૦૦, ૫૦૦, ૧૦૦૦ તેથી વધુ ૮, ૪, ૬ ડિજિટનું વર્ક કરવાનું અને તેના નાણાં એક એન્ટ્રી એ એક રૂપિયો આપવાનું જણાવ્યું હતું. આ એજન્સી એક દિવસની ૮૦૦ સુધી એન્ટ્રી નું કામ આપતી હતી. બે ગ્રાહકો પાસેથી લીધેલી રકમ પેટે એજન્સી ૧૧ માસ નો કોન્ટ્રાક્ટ કરતી હતી. ગ્રાહક કે ભરેલી ડિપોઝિટ મુજબ એન્ટ્રી કરી આપવાની હતી. જે નાણાં વોલેટમાં પડે અને વોલેટ માંથી બેંકમાં ટ્રાન્સફર કરી આપે, શરૂઆતમાં એજન્સી ત્રણ દિવસ ૧૦, ૧૫ કે ૩૦ દિવસે નાણાં ચૂકવતી હતી. પરંતુ ડિસેમ્બરથી ગ્રાહકોને નાણાં આપ્યા નથી જેથી ગ્રાહકો-એજન્સીઓને ઓફિસના ધક્કા ખાઈ પરત આવતા હતા. છેલ્લા પાંચ માસથી નાણાં આપવાના બંધ થતાં ગ્રાહકોને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડયું હતું. 

(6:14 pm IST)