Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હિટ એન્ડ રન:ગાંધીનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં 45 વર્ષીય શખ્સનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર: ગાંધીનગર શહેર તથા જિલ્લાના મુખ્યમાર્ગો ઉપર હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગ્રામ્યવિસ્તારો પણ રાત્રીના સમયે જીવલેણ અકસ્માત સર્જીને વાહનચાલકો ભાગી છુટવામાં સફળ થઇ રહ્યા છે. ત્યારે મગોડી ખાતે આવેલા સોકંલીપુરા પાટીયા જતા રોડ ઉપર પણ ગઇકાલે રાત્રે આવો જ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં બાઇકચાલક ૪૫ વર્ષિય યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

શહેરમાં પહળો રાજમાર્ગોને કારણે વાહનોની સ્પિડ ખુબ જ હોય છે ત્યારે રાત્રીના સમયે રોડ ખુલ્લા હોવાને કારણે વાહનોની વધુ પડતી સ્પિડ જીવલેણ સાબિત થાય છે. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્યવિસ્તારમાં પણ રાત્રીના સમયે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે હિટ એન્ડ રનના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.મગોડી ગામ ખાતે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં બાઇકચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે, મગોડી ખાતે સોલંકીપુરા પાટીયા જતા રોડ પર પ્રગતિ ફાર્મની સામેના ભાગ ૪૫ વર્ષિય કરણસિંહ ગાંડાસિંહ સોલંકી બાઇકલઇને જઇ રહ્યા હતા તે વખતે કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેથી કરણસિંહ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.જોરથી રોડ પર પટકાવાને કારણે કરણસિંહનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે મૃતક કરણસિંહના ભાઇ ઇન્દ્રસિંહ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. આ વિસ્તારના સીસીટીવી ફુટેજ પણ ચકાશવામાં આવ્યા છે. 

(6:12 pm IST)