Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

નર્મદા જિલ્લામાંથી બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો-ધંધાર્થીઓ વતન જવા રવાના

રાજપીપળાથી ૪ બસો મારફતે વડોદરા અને ત્યાંથી સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર જશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકાર અને રાજ્ય સરકારના સંકલનમાં રહીને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આજે બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો અને ધંધાર્થીઓને વતન બિહાર જવા રવાના કરાયા હતા.
ગુરુવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામા રહેતા -૧૩૬ શ્રમીકો અને ધંધાર્થીઓ તમેજ દેડીયાપાડામાં રહેતા-૬ અને સાગબારા તાલુકાના-૨ મળી કુલ ૧૪૪ શ્રમીકોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમના વતન બિહાર જવા રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ પરપ્રાંતિય પ્રવાસી શ્રમીકો અને ધંધાર્થીઓને રાજપીપળા બસ સ્ટેશનથી ૪ બસો દ્વારા વડોદરા રેલવે સ્ટેશને પહોંચાડવા માં આવ્યા હતા.જ્યાથી તેઓ સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર જવા રવાના થશે.
આ બાબતે નાંદોદ તાલુકાના મામલતદાર ડી.કે.પરમારે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં રહી ધંધો રોજગાર કરતાં બિહારના કુલ ૧૪૪ શ્રમીકો,ધંધાર્થીઓને આજે રાજપીપલાથી ૪ બસ મારફતે વડોદરા અને વડોદરાથી સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર રવાના કરવામાં આવ્યા છે. આ તમામ શ્રમીકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને સુકો નાસ્તો,પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

(7:23 pm IST)