Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

શ્રમ વિભાગના હેમાબેન મુલિયાણા સહિત ૪ને ડેપ્યુટી લેબર કમિશનર તરીકે બઢતી

૮ અધિકારીઓને નાયબ શ્રમ આયુકત તરીકે બઢતી રાજકોટમાં એમ.એન.ગામેતી નવા ડેપ્યુટી લેબર કમિશનરઃ મદદનીશ કમિશનર તરીકે વેરાવળના એ.કે.શિહોરાને બઢતી આપી રાજકોટ મુકાયા

રાજકોટ તા.૨૧: શ્રમ એન્ડ  રોજગારી વિભાગ દ્વારા  આસિસ્ટન્ટ શ્રમ આયુકત લેવલના ૪ અધિકારીઓને ડેપ્યુટી લેબર કમિશનર તરીકે  બઢતી આપી તેઓની બદલી કરવામાં આવી છે.

ઉકત  બઢતીમાં રાજકોટના  સુપ્રસિધ્ધ  મુલિયાણા પરિવારના  હેમાબેન આર. મુલિયાણાને ગાંધીનગર ખાતે   બઢતી આપી બદલાવામાં આવ્યા છે. અત્રે યાદ રહે કે હેમાબેનના પિતાશ્રી પ્રોહિબીશન એકસાઇઝ વિભાગમાં કલાસ વન (સુપ્રિટેન્ડન્ટ) તરીકે યશસ્વી  ફરજ બજાવી  નિવૃત થયેલા. હેમાબેનના ભાઇ  ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. સુરતમાં લોકડાઉન દરમ્યાન ધનવાનભાઇ કોટક દ્વારા હજ્જારો  લોકો માટે ભોજનની વ્યવસ્થા થઇ તેમાં હાલમાં સુરતમાં એડી.પોલીસ કમિશનર (ક્રાઇમ એન્ડ ટ્રાફિક) એચ.આર.મુલિયાણાનુ યશસ્વી યોગદાન  હોવાનુ ધનવાનભાઇ કોટક સહિતના આગેવાનો જણાવે છે. 

અન્ય જે હુકમ થયેલા તેમાં સુરતમાં એમ.એન.ગામિતને રાજકોટ , નવસારીના એ.એન.ડોડિયાને વડોદરા તથા કે.જી. ભાવસારને બઢતી સાથે   અમદાવાદ મુકવામાં આવ્યા છે.

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નાયબ સચિવ જ્યોત્સનાબેન ચૌહાણ દ્વારા જે શ્રમ અધિકારીઓને  બઢતી આપી  મદદનીશ  શ્રમ આયુકત તરીકે નમણુંક આપવામાં આવી છે તેમાં વેરાવળના  એ.કે.શિહોરાને રાજકોટ , ગાંધીનગરના શ્રીમતી  એન.પી. પરમારને અમદાવાદ, રાજકોટના  શ્રીમતી એસ.એ.ભપ્પલને સુરેન્દ્રનગર, ગાંધીનગરના શ્રીમતી કેે.વી.બેંકરને મહેસાણા, વલસાડના એસ.જી.નાયબને સુરત, વાપીના બી.એમ. પટેલને પોરબંદર, કલોલના એ.એમ. મોદીને બનાસકાઠા, તથા ગાંધીનગરમાં વડી કચેરી ખાતે  વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા કુ. કે.એલ. ચાવડાને  ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે.

(11:57 am IST)