Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કાંકરેજના ચાંગા નજીક નર્મદાના પમ્પિંગ સ્ટેશનમાંથી 100 ક્યુસેક પાણી છોડાયું

ત્રણ તાલુકાના કુલ 45 જેટલા તળાવો ભરવામાં આવશે.

થરા: નર્મદાની મુખ્ય કેનાલમાંથી ચાંગા નજીક બનાવેલ પંપીગ સ્ટેશનમાંથી દાંતિવાડા-સીપુ પાઇપલાઇનમાં ગુજરાત સરકારના આદેશ અનુસાર બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે અને કાંકરેજના અગ્રણીઓની ઉપસ્થિતમાં ૧૦૦ ક્યુસેક પાણી છોડાયુ હતુ.નર્મદાની મુખ્ય કેનાલમાંથી ચાંગા નજીક બનાવેલ પંપીગ સ્ટેશનમાંથી દાંતીવાડા-સીપુ પાઇપલાઇનમાં બનાસકાંઠાના સાંસદના હસ્તે પાણી છોડાયુ હતુ. આ પાણી મારફતે ત્રણ તાલુકાના કુલ 45 જેટલા તળાવો ભરવામાં આવશે. જેમાં કાંકરેજના -23, ડીસા તાલુકાના-20 અને દાંતીવાડા તાલુકાના-3 જેટલા તળાવો પાણીથી ભરવામાં આવશે.

પરબતભાઇ પટેલે જણાવ્યુ હતુ.કે સરકાર દ્વારા પ્રજાના હિતમાં સારા કામમાં સહકાર આપીએ અને ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી દરેક લોકો ધરે રહી, સોશિયલ ડીસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કાંકરેજ તાલુકા ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, થરા એ.પી.એમ.સી.ચેરમેન અણદાભાઇ પટેલ, જીલ્લાના પુર્વ સદસ્ય હરગોવનભાઇ શિરવાડીયા, સુખદેવસિંહ સોઢા, થરા પાલિકા કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

(10:42 am IST)