Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

નર્મદા ડેમની સપાટી 119,47 મીટરે પહોંચી:રાજ્ય એકવર્ષ ચાલે તેટલો જળજથ્થો : બે દિવસમાં જળસ્તર 3 સેમી વધ્યું

ઇતિહાસમાં પ્રથમવાર મે મહિનામાં સરદાર સરોવર ડેમની સપાટી 119.47 મીટરે પહોંચી

 

અમદાવાદ :સરદાર સરોવર ડેમની સપાટી વસધાંતા  ઇતિહાસમાં પ્રથમવાર મે મહિનામાં સરદાર સરોવર ડેમની સપાટી 119.47 મીટરે પહોંચી છે. છેલ્લા બે દિવસમાં ડેમની સપાટીમાં 3 સેમીનો વધારો થયો છે.

હાલ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 4000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલ ડેમની સપાટી 119.47 મીટરે પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે. ડેમ ઐતિહાસિક સપાટી ગુજરાત માટે સારા સમાચાર છે. જેના પગલે ગુજરાતને પીવા અને સિંચાઇ માટે 1 વર્ષ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં છે. હાલ ડેમમાં 1100 mcm પાણીનો જથ્થો છે.

હાલ ગુજરાતમાં જળ સંકટની પરિસ્થિતિમાં નર્મદાનું પાણી જનતાને તારશે. આવામાં સારી વાત છે કે, ઉપરવાસમાંથી છોડાઇ રહેલાં પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે. પહેલીવાર છે કે, મે મહિનામાં ડેમની સપાટી આટલી ઊંચી રહી હોય.

(10:31 pm IST)