Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સુરતની સગીરાને તેની બહેનપણી સાથે ગોવા ભગાડી જઇ યુવકે કર્યું દુષ્કર્મ:પાલીતાણાથી નરાધમ ઝડપાયો

કાપોદ્રા પોલીસે પાલિતાણાથી પંકજને પકડી પાડી બંને સગીરાને મુક્ત કરાવી

 

સુરતની સગીરાને તેની ફ્રેન્ડ સાથે ભગાડી જઈને નાના વરાછામાં રહેતા યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું કાપોદ્રા પોલીસે પાલીતાણાથી યુવકને ઝડપી લઈને બંને સગીરાને મુક્ત કરાવી છે

  અંગે મળતી વિગત મુજબ સુરતના નાના વરાછાનો યુવક નજીકમાં રહેતી ધોરણ 11ની વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી ગોવા, મહારાષ્ટ્ર અને ભાવનગર ભગાડી જઇ શારીરિક શોષણ કર્યું હતું. વિદ્યાર્થિની સાથે તેણીની સરથાણા સાથેની ફ્રેનને પણ યુવક ભગાડી ગયો હતો. કાપોદ્રા પોલીસે પાલિતાણાથી યુવકને પકડી બંને સગીરાને મુક્ત કરાવી હતી.

  મળતી માહિતી પ્રમાણે નાના વરાછામાં શક્તિવિજય સોસાયટીમાં રહેતા પંકજ મગનભાઇ સોલંકી થોડા દિવસો પહેલાં નજીકમાં રહેતી ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. લલચાવી ફોસલાવી તે સગીરાને ભગાડી જતાં કાપોદ્રા પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. દરમિયાન સગીરાની સરથાણામાં રહેતી બહેનપણી પણ ગાયબ હોવાથી તેણીના પરિવારજનોએ પણ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી.

 દરમિયાન કાપોદ્રા પોલીસની ટીમે કેસને ગંભીરતાથી લઇને તપાસ કરતા પંકજ સોલંકી નામનો યુવક બંને સગીરાને ભગાડી ગયો હોવાની અને તેઓ પાલિતાણા આવવાના હોવાની પોલીસને બાતમી મળતા કાપોદ્રા પોલીસે પાલિતાણા જઇ પંકજને પકડી પાડી બંને સગીરાનો કબજો મેળવ્યો હતો

(10:11 pm IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • ૩ વધુ બેન્કોનું વિલીનીકરણ થઈ રહ્યુ છે : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંક ટૂંક સમયમાં ઓરીયન્ટ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને અલ્હાબાદ બેંક તેના કબ્જા હેઠળ લઈ લેશે access_time 4:56 pm IST

  • છત્તીસગઢ : સુકચા જીલ્લામાં IED બ્લાસ્ટર : જીલ્લા રિઝર્વ ગાર્ડના બે જવાનોને ઇજા access_time 11:25 am IST