Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સુરતના ઉત્રાણ બ્રિજ પરથી સાયણનો યુવાન ચાલુ ટ્રેનમાંથી પટકાયો :આખીરાત નદીમાં કણસતો રહ્યો

વહેલી સવારે લોકોની નજર પડી :ઊંઘમાં પડેલા યુવક્ની લાશ સમજી ફાયર બ્રિગેડને બોલાવ્યું :માથાના ભાગે અને પગમાં ઇજા

 

સુરતના ઉત્રાણ બ્રિજ ઉપરથી સાયણના યુવક ચાલુ ટ્રેનમાંથી પટકાયા બાદ આખી રાત નદીમાં કણસતો રહ્યો હતો હતો વહેલી સવારે લોકોની નજર પડી હતી જોકે રેલવે કર્મીઓને લાશ સમજીને ફાયર બ્રિગેડને જાણ કરતા યુવકને બહાર કાઢ્યો હતો

   મળતી વિગત મુજબ સાયણમાં રહેતા 45 વર્ષીય ઓમપ્રકાશ ધર્મરાજ યાદવ કાપડના કારખાનામાં કામ કરે છે રાત્રે સાયણથી ઉમરગામ જવા માટે બેઠો હતો રાત્રે આઠેક વાગ્યા આસપાસ ઉત્રાણ બ્રિજ પરથી ટ્રેન પસાર થઇ રહી હતી. તે સમયે ઓમપ્રકાશ એકાએક ચાલું ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. નદીમાં પાણી અને કાદવમાં તે ગરદન સુધી ખૂંપી ગયો હતો. આખી રાત માથા અને પગમાં થયેલી ઇજાને કારણે દર્દથી ખણસતો રહ્યો હતો

   ઓમ પ્રકાશ ઉપર છેક સવારે વાગ્યે લોકોની નજર પડી હતી. જેથી ટ્રેકની તપાસ કરવા નીકળેલા લોકોએ રેલવેના કર્મચારીઓને નીદમાં પડેલા ઓમપ્રકાશને લાશ સમજી ઉપરી અધિકારીઓે જાણ કરી હતી

   રેલવે સ્ટેશન માસ્ટરે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચીને ઓમ પ્રકાશને નદીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયો હતો. ઓમપ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

(10:09 pm IST)