Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

અમદાવાદના ઓઢવની પરિણીતાનો પિસ્તોલથી આપઘાત મામલે પતિ પોલીસના શરણે :દીકરીને મળતા પોતે મારવાનો માંડી વાળ્યો

પત્ની અનિતા બીમારીથી પીડાતી હતી:આપઘાત કરતા ડરીને વડોદરા ભાગી ગયો

અમદાવાદના ઓઢવમાં પરિણીતાએ કરેલી આત્મહત્યા કેસમાં પોલીસે પતિની ધરપકડ કરી છે.પરિણીતાએ જે પિસ્ટલ વડે આત્મહત્યા કરી હતી. તે પીસ્ટલ ગેરકાયદેસર હતી.તે માટે પોલીસે આર્મસ એક્ટનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને પત્નીના મોત અંગે પતિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઓઢવ પોલીસે અમિતસિંઘ વર્મા ઉર્ફે સોનુ પંજાબીની ધરપકડ કરી છે. અમિતની ધરપકડ પોલીસે આર્મસ એક્ટ ના ગુનામાં કરી છે. મહત્વનું છે કે ગઈકાલે અમિતની પત્ની અનિતા વર્માએ પિસ્ટલ વડે એક રાઉન્ડ ફાયરિંગ કરી આત્મહત્યા કરી હતી. અને તે હથિયાર ગેરકાયદેસર વસાવેલું હોવાથી ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

ઓઢવ પોલીસસ્ટેશનના પીઆઇ આર જી જાડેજાનું કહેવું છે કે આરોપી અમિત વર્મા સોમવારે સવારે તેની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો . માટે પોલીસને શંકા હતી કે અનિતાએ આત્મહત્યા નહીં પરંતુ અમિતે તેની હત્યા કરી છે. પરંતુ આજે અમિતની પૂછપરછ કરતા સામે આવ્યું કે પત્ની અનિતા બીમારીથી પીડાતી હતી

 

અમિતની વલસાડ પાસે નવી નોકરી લાગી હતી. તે 10 દિવસે આવતો હતો. પણ અનિતા તેને ત્રણ ચાર દિવસે અમદાવાદ આવીને રહેવા દબાણ કરતી હતી. તે જ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે જ કારણોસર ગઈકાલે આત્મહત્યા કરી હતી. પરંતુ પત્નીની આત્મહત્યાથી તે ડરી ગયો અને વડોદરા તરફ ભાગી ગયો હતો. સૂત્રોનું કહેવું છે કે અમીતે વડોદરા પહોંચી આપઘાત કરી લેવાનું વિચારી લીધું હતું પરંતુ સાંજે પોતાની દીકરી સાથે વાત કરતા તે વિચાર માંડી વાળી અમદાવાદ પરત આવ્યો અને પોલીસના શરણે થઇ ગયો હતો.

અમિત સિંહની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરતાં પિસ્ટલ ઉત્તર પ્રદેશ થી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી અગાઉ ફેક્ચર ગેંગ સાથે સંડોવાયેલ હોવાથી પોતાના જીવને જોખમ હોવાથી બચાવ માટે હથિયાર લાવ્યો હતો. જોકે અમિત એ ક્યારે પણ હથિયારનો ઉપયોગ કર્યો ન હતો જોકે પત્નિએ આત્મહત્યા કરતા પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી.

(9:14 pm IST)