Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

દક્ષિણ ગુજરાતમાં હિટવેવ માટે ચેતવણી જારી કરાઇ

કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૩.૧ સુધી પહોંચ્યો : અમદાવાદમાં પણ ગરમીનું પ્રમાણ અકબંધ રહેતા લોકો ભારે પરેશાન દેખાયા : અનેક જગ્યાએ પારો ૪૨થી ઉપર

અમદાવાદ,તા.૨૧ : હવામાન વિભાગ તરફથી ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત અને વલસાડ માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. હિટવેવની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પારો ૪૧.૯ રહ્યો હતો જ્યારે આજે કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૩થી પણ ઉપર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ૪૨.૬, સુરતમાં ૪૨, અમરેલીમાં ૪૨.૮ અને સુરેન્દ્રનગરમાં ૪૨.૩ સુધી પારો રહ્યો હતો. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં હિટવેવની ચેતવણી જારી કરાઈ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હળવો વરસાદી ઝાપટા પડવાની વકી રહેલી છે. જોકે, અમરેલીમાં પારો આજે ૪૨.૫ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી રહી શકે છે.  આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં. છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હાલમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૧ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૪૧.૯

ડિસા............................................................ ૪૦.૪

ગાંધીનગર................................................... ૪૨.૬

વીવીનગર.................................................... ૪૦.૯

વડોદરા........................................................ ૪૧.૮

સુરત............................................................... ૪૨

વલસાડ........................................................ ૩૬.૪

અમરેલી....................................................... ૪૨.૫

ભાવનગર..................................................... ૪૧.૯

રાજકોટ............................................................ ૪૧

સુરેન્દ્રનગર................................................... ૪૨.૩

ભુજ............................................................. ૪૦.૧

કંડલા એરપોર્ટ............................................... ૪૩.૧

(9:10 pm IST)
  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST

  • ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે એકિઝટ પોલ સરદાર એકિઝસ્ટ માય ઈન્ડિયાએ તેની વેબસાઈટ ઉપરથી બેઠકો વાઈઝ આપેલા તમામ ડેટા હટાવી લીધા છે : કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના કોને કેટલા ટકા મત મળ્યા તે સહિતના ડેટા એક એકિઝટ માય ઈન્ડિયાએ દૂર કરતાં એવું માનવામાં આવે છે કે નવી અપડેઈટ કરેલી માહિતી ટૂંક સમયમાં તેઓ આપી રહ્યા છે access_time 4:56 pm IST

  • જગન રેડ્ડીનો યુપીએને ફટકો : શરદ પવારે કર્યો ફોન પણ રેડ્ડીએ ઉપાડયો જ નહિ રેડ્ડી ર૩મી સુધી રાહ જોવા માંગે છે access_time 3:32 pm IST