Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

હિંમતનગર-ચિલોડા હાઇવે પર બસની પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં પરિવારના સભ્યો પૈકી એકનું મોત

ગાંધીનગર:શહેર નજીક હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર મુંબઈનું પરિવાર કારમાં રાજસ્થાન માતાજીના દર્શન કરીને પરત ફરી રહયું હતું ત્યારે ચંદ્રાલા પાસે કારના ચાલકે કાર લકઝરી બસની પાછળ ઘુસાડી દેતાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિનું મોત નીપજયું હતું. આ સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મુંબઈ મોટા આદીનાથ ટાવરમાં રહેતાં અને જવેલર્સનો વ્યવસાય કરતાં સુશિલ ગંભીરમલ કોઠારી અને તેમના મોટાભાઈ મુકેશભાઈ તથા તેમના કાકા નાથાલાલ કોઠારી કાર ભાડે કરીને રાજસ્થાનના રાજસમંદ ખાતે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.

(5:39 pm IST)
  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST

  • મધ્યપ્રદેશના ઝાંસી ખાતે ઈવીએમ ભરેલી બે ગાડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો : આ ઈવીએમ ભરેલી બંને ગાડીઓ માર્કેટ યાર્ડમાં મૂકીને કર્મચારીઓ ભાગી ગયાનું વિકાસ યોગી નામના પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યુ છે access_time 3:51 pm IST

  • જગન રેડ્ડીનો યુપીએને ફટકો : શરદ પવારે કર્યો ફોન પણ રેડ્ડીએ ઉપાડયો જ નહિ રેડ્ડી ર૩મી સુધી રાહ જોવા માંગે છે access_time 3:32 pm IST