Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગાંધીનગરમાં સે-21માં બનેલ રસ્તાની નબળી કામગીરી સામે આવી: બ્લોક ઉખડી જતા રાહદારીઓને હાલાકી

ગાંધીનગર:શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગોની આસપાસ અવર જવર કરવા માટે ફુટપાથ બનાવવામાં આવી છે. ત્યારે સેક્ટર-૨૧માં બનેલી ફુટપાથમાં નબળી કામગીરી જણાઇ આવતી હોય તેમ બ્લોક ઉખડી જવા પામ્યાં છે. જેના પગલે અવર જવર કરતાં રાહતદારીઓને મુશ્કેલીનો સામનો કરીને પસાર થવું પડે છે.

રાજ્યના પાટનગરમાં વસવાટ કરતાં રહિશોની અવર જવરમાં સરળતાં મળી શકે અને અકસ્માતનો ભોગ ન બનવું પડે તે માટે તંત્ર દ્વારા મુખ્ય અને આંતરિક માર્ગોની આસપાસ ફુટપાથ બનાવવામાં આવી છે. આ ફુટપાથની કામગીરીમાં યોગ્ય ગુણવતા જાળવવામાં આવી ન હોય તેમ ઠેકઠેકાણે છીંડા પડી ગયા છે. તો સેક્ટર-૨૧માં માઉન્ટ કાર્મેલ શાળા નજીક બનાવેલી ફુટપાથના બ્લોક ઉખડી જવાના કારણે અવર જવર કરતાં રાહદારીઓને હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે. 

(5:39 pm IST)