Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વાપીના સેલવાસ નજીક વોચમેનને બંધક બનાવી ત્રણ લૂંટારુઓ લૂંટ ચલાવી છૂમંતર......

વાપી:સેલવાસના સાયલી ગામે વાડીમાં આવેલા બંગલામાં રવિવારે મધરાતે ત્રણ લૂંટારૂઓએ વૃદ્ધ વોચમેનને બાનમાં રાખી હાથપગ બાંધી લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. વોચમેને જેમ તેમ કરીને હાથ-પગ છોડી માલિકને ફોન પર જાણ કર્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. મહારાષ્ટ્રના પૂણે ખાતે રહેતા માલિક આવ્યા બાદ જ કેટલા મુદ્દામાલની લૂંટ થઈ છે ? તે અંગેની માહિતી બહાર આવશે. 

સેલવાસના સાયલી ગામે મહારાષ્ટ્રના પૂણે ખાતે રહેતા સુરેન્દ્ર જૈનની વાડી આવેલી છે. વાડી અને બંગલાની દેખરેખ માટે ૭૦ વર્ષીય વૃદ્ધ ફરજ બજાવે છે. રવિવારે રાત્રિ દરમિયાન ત્રણ લૂંટારૂઓ બંગલામાં ઘુસ્યા હતા. વોચમેનને ધાકધમકી આપી બંગલામાં લઈ ગયા હતા અને તેના હાથ-પગ બાંધી માલમત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. વોચમેને જેમતેમ કરીને બંને હાથ-પગ છોડી બનાવ અંગે માલિક સુરન્દ્ર જૈનને જાણકારી આપી હતી. સુરેન્દ્ર જૈને લૂંટના બનાવ અંગે સેલવાસ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

(5:33 pm IST)