Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સુરતના કડોદરા રોડ પર ટેક્ષ્ટાઇલનો વેપારી 5લાખનું ઉઠમણું કરી છનનન....

સુરત: કડોદરા રોડ સારોલી સ્થિત શ્રી મહાવીર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં હરે ક્રિષ્ના ટેક્ષ્ટાઈલના નામે કાપડનો વેપાર કરતો વેપારી સંખ્યાબંધ વેપારીઓ પાસેથી દલાલ મારફતે કાપડ ખરીદી તેના પેમેન્ટના નાણાં ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ જતાં ભોગ બનનાર ત્રણ વેપારીઓએ તેના વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કામરેજ ચાર રસ્તા સહકાર નગર સોસાયટી ઘર નં. બી/167માં રહેતા કાપડ વેપારી હરેશભાઈ રમણીકભાઈ ઝાલાવડીયા પાસેથી સુરત કડોદરા રોડ સારોલી સ્થિત શ્રી મહાવીર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં હરે ક્રિષ્ના ટેક્ષ્ટાઈલના નામે કાપડનો વેપાર કરતા મનીષભાઈ દિનેશચંદ્ર પાનવાલા (રહે.10/1375-76, સ્માર્ટ ફળિયું, રાયચંદ દીપચંદ સ્કુલની પાસે, ગોપીપુરા, સુરત) એ દલાલ જગદીશભાઈ જોશી મારફતે ગત ફેબ્રુઆરી માસમાં કાપડની ઉધારમાં ખરીદી શરૂ કરી હતી. જોકે, મનીષભાઈએ હરેશભાઈ પાસેથી ખરીદેલા કાપડના રૂ.5,39,313 ચૂકવ્યા ન હતા અને માર્ચ માસના બીજા સપ્તાહમાં તે પોતાની દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા.

(5:33 pm IST)
  • સેન્સેકસ-નીફટીએ સવારનો સુધારો બપોરે ગુમાવ્યો : મુંબઇ : શેરબજારમાં આજે સવારે તેજી હતી પણ બપોરે એકાએક વેચવાલી વધતા બજાર પટકાયું : ર-૧પ કલાકે સેન્સેકસ ર૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૧૧૬ અને નીફટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૭૪૬ ઉપર ટ્રેડ કરે છે : ડોલર સામે રૂપિયો ૬૯.૭૪ ઉપર છે access_time 3:32 pm IST

  • જગન રેડ્ડીનો યુપીએને ફટકો : શરદ પવારે કર્યો ફોન પણ રેડ્ડીએ ઉપાડયો જ નહિ રેડ્ડી ર૩મી સુધી રાહ જોવા માંગે છે access_time 3:32 pm IST

  • આણંદના ઉમરેઠમાં ડુબી જવાથી ૪ જાનૈયાના મોત : આણંદના ઉમરેઠમાં મહિસાગર નદીમાં ન્હાવા ગયેલા પાંચ માંથી ચારના મોતઃ ઉમરેઠ પ્રતાપપુરા ગામની ઘટનાઃ એક બાળક અને ત્રણ મહિલાના મોત નિપજયા access_time 3:10 pm IST