Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ડીસામાં પાણીકાપનો નિર્ણંય ;હવે દરરોજ એક સમયે પાણી અપાશે

રોજ બે વખત નહિ પરંતુ શરૂઆતમાં સપ્તાહમાં એક દિવસ કાપ મુકાશે ત્યારબાદ માત્ર એક જ વખત પાણી અપાશે

 બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પાલિકા દ્વારા પાણીનો કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતી તબક્કામાં અઠવાડિયામાં એક દિવસ કાપ રાખવામા આવશે અને ત્યારબાદ દરરોજના માત્ર એક જ સમયે પાણીનો પુરવઠો આપવામાં આવશે.

  દિવસેને દિવસે પાણીના ઊંડા જતાં તળને પગલે ડીસા નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનો કાપ રાખવામા આવશે. અત્યારે ડીસા શહેરમાં દરરોજના બે સમય પાણી આપવામાં આવે છે. પરંતુ પાલિકાએ લીધેલા નિર્ણય બાદ હવેથી અઠવાડિયામાં એક દિવસ પાણીનો પુરવઠો એક જ વાર આપવામાં આવશે અને ધીરે ધીરે દરરોજ માટે પાણીનો પુરવઠો એક જ સમય આપવામાં આવશે

 . પાણીના પુરવઠોને પાલિકા દ્વારા કાપ રાખવાનો લેવાયેલો નિર્ણય પાણીના બગાડને અટકાવવાનો છે. સાથે સાથે પાલિકાના ચીફ ઓફિસરે ડીસાના નગરજનોને ચીમકી આપતા જણાવ્યુ છે કે પાણીનો કાપ રાખવા છતાં પણ જો કોઈ પાણીનો બગાડ કરતાં ઝડપાઇ જશે તો તેમના નળ કનેક્શન કાપવા સુધીના પગલાં લેવામાં આવશે.

ભૂગર્ભમાં ઊંડા જતાં જળ સ્તરને ડીસા નગરપાલિકા દ્વારા લેવાયેલો આ મોટો નિર્ણય આગામી સમયમાં નગરજનો માટે મોટો પડકાર સર્જી શકે છે.. અને તેના માટે પાલિકાને સંઘર્ષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં

(12:24 pm IST)