Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ડીસામાં લાયન્સ હોલથી અંબિકાચોક સુધીના રોડ પરથી દબાણ દુર કરવા તૈયારી:નોટિસ ફટકારાઇ

પાલિકા દ્વારા નોટિસ ફટકારતા દબાણકર્તાઓમાં ફફડાટ

ડીસા :નગરપાલિકા દ્વારા શહેરના લાયન્સ હોલથી અંબિકાનગર તરફ જતાં માર્ગની ડાબી બાજુમાં આવેલા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની નોટિસ ફટકારાઇ છે પાલિકા દ્વારા આપવામાં આવેલી આ નોટિસથી દબાણદારોમાં ફફડાટ મચી ગયો છે.

ડીસા શહેરમાં પાલિકા દ્વારા માર્ગોને પહોળા કરવા માટે માર્ગોની આસપાસ વર્ષોથી કરવામાં આવેલા દબાણદારો સામે પણ પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

ડીસા શહેરના હાર્દ સમા લાયન્સ હાલ રોડને પણ પહોળો કરવાના આશયથી ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગની ડાબી સાઈડમાં આચરવામાં આવેલા દબાણ દારોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ હવે ટૂંક જ સમયમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

 . ડીસા નગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાના છે તેમાં પાક્કા દબાણોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી ચીમકીને પગલે દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:21 pm IST)
  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • સેન્સેકસ-નીફટીએ સવારનો સુધારો બપોરે ગુમાવ્યો : મુંબઇ : શેરબજારમાં આજે સવારે તેજી હતી પણ બપોરે એકાએક વેચવાલી વધતા બજાર પટકાયું : ર-૧પ કલાકે સેન્સેકસ ર૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૧૧૬ અને નીફટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૭૪૬ ઉપર ટ્રેડ કરે છે : ડોલર સામે રૂપિયો ૬૯.૭૪ ઉપર છે access_time 3:32 pm IST

  • રાજકોટમાં ૪૦.૨ ડીગ્રીઃ ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 3:39 pm IST