Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગુજરાતનું વાયબ્રન્‍ટ શિક્ષણ..... ૧૦૦% પરિણામ મેળવતી ૩૬૬ તો ૦% પરિણામની ૬૩ શાળાઓ

રાજકોટ, તા. ૨૧ : ગુજરાત રાજય સમગ્ર દેશમાં અનેક ક્ષેત્રે રોલ મોડલ બન્‍યુ છે ત્‍યારે શિક્ષણ ક્ષેત્રે પણ અનેક કિર્તીમાન હાંસલ કર્યા છે.

ધો.૧૦નું આજે જાહેર થયેલ પરિણામમાં સમગ્ર ગુજરાત રાજયમાં ૧૦૦% પરિણામ મેળવતી ૩૬૬ શાળાઓ નોંધાઈ છે. જયારે ૩૦% કરતાં ઓછુ પરિણામ મેળવતી શાળાઓની સંખ્‍યા ૯૯૫ છે. જે ગયા વર્ષે ૨૦૧૮ના પરિણામમાં ૩૦% ઓછુ પરિણામ મેળવતી શાળાઓ ૧૦૧૨ હતી.

ધો.૧૦માં સમગ્ર ગુજરાત રાજયમાં ૦% પરિણામ મેળવતી શાળાઓની સંખ્‍યા ૬૩% છે. ૨૦૧૮માં ૧૨૭ શાળાઓનું પરિણામ ૦% આવ્‍યુ હતું.

શિક્ષણ બોર્ડ દ્વારા એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમીત વિદ્યાર્થીઓની સંખ્‍યા ૪,૬૩૮ તો બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમીત વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૨,૫૧૮ છે.

(10:52 am IST)