Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

અમૂલે દૂધ મોંઘુ કરતા હવે ઘી, પનીર, માખણ, ચીઝ, લસ્સી, છાશ, ચા, કોફી, મિઠાઇ ચોકલેટ વગેરે મોંઘા થશે

અમદાવાદ : અમૂલે આજથી દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છેઃ લીટરે રૃા. ર નો વધારો થયો છેઃ હવે દૂધના ભાવ વધતા ઘી, પનીર, માખણ, ચીઝ, લસ્સી, છાશ ઉપરાંત ચા, કોફી, મિઠાઇ, ચોકલેટ વગેરેના ભાવોમાં પણ વધારો થશેઃ દૂધની બનતી મીઠાઇ મોંઘી થવાની છે કિલોએ ૧૦ થી ર૦ નો ભાવ વધારો ઝીંકાશેઃ પડતર મોંઘી પડતાં મિઠાઇનાં ભાવ વધારવા પડે તેમ છે તેવું ડેરીવાળાઓનું કહેવું છેઃ અમૂલે ભાવ વધારતા હવે સ્થાનિક ડેરીઓ પણ લીટરે રૃા. ર નો ભાવ વધારો લાગુ કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.

(12:04 pm IST)