Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

અમદાવાદમાં ફરી ગરમીનું પ્રમાણ વધ્યું : પારો ૪૨.૨

ગાંધીનગર,અમરેલીમાં પારો ૪૨થી ઉપર રહ્યો : બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો લોકોએ કરેલો અનુભવ

અમદાવાદ,તા.૨૦ : ગરમીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થયો છે. આજે અમદાવાદમાં પણ પારો ૪૨થી પણ ઉપર પહોંચી ગયો હતો. જેથી બપોરના ગાળામાં લોકો ત્રીવ્ર ગરમીનો અનુભવ કર્યો છે. આજે ગુજરાતના જે ભાગોમાં પારો ૪૨થી ઉપર રહ્યો હતો તેમાં કંડલા એરપોર્ટ ખાતે ૪૨.૧, અમરેલીમાં ૪૨, ગાંધીનગરમાં ૪૨.૨ અને અમદાવાદમાં ૪૨.૨ સુધી પારો રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અગામી બે-ત્રણ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ અકબંધ રહેશે. આનો મતલબ એ થયો કે, ગરમીના પ્રમાણમાં વધુ વધારો થશે નહીં. પરંતુ રાહત પણ મળશે નહીં. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હળવો વરસાદી ઝાપટા પડવાની વકી રહેલી છે. જોકે, અમરેલીમાં પારો આજે ૪૨ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી રહી શકે છે.  આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હાલમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક અન્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતા ધુળ ભરેલ આંધી પણ ચાલ હતી. જોકે, ગુજરાતમાં કેટલાક ભાગોમાં પારો ફરી વધી ગયો હતો. હાલ ગરમીથી વધુ રાહત મળે તેવા કોઈ પણ પ્રકારના સંકેત દેખાતા નથી.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૦ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૪૨.૨

ડિસા............................................................ ૩૯.૭

ગાંધીનગર................................................... ૪૨.૨

વીવીનગર....................................................... ૪૦

વડોદરા........................................................... ૪૧

સુરત............................................................... ૪૦

વલસાડ........................................................ ૩૭.૪

અમરેલી........................................................... ૪૨

ભાવનગર..................................................... ૪૦.૨

રાજકોટ........................................................ ૪૦.૩

સુરેન્દ્રનગર................................................... ૪૩.૩

ભુજ............................................................. ૩૯.૩

(9:15 pm IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST