Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સુરતના લિંબાયતમાં ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેના જન્મદિનની ઉજવણી કરાતા ભારે રોષ

સુરત :દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આયોજન હાથ ધરવામા આવ્યું હતું.

કાર્યકરો દ્વારા નાથુરામ ગોડસીની તસવીર હનુમાન મંદિરમાં મૂકવામાં આવી હતી, અને તેની સામે 109 દીવા પ્રગટાવવામા આવ્યા હતા. ત્યારબાદ મંદિરની અંદર ભજન ગાઇ લાડુનો પ્રસાદ વહેંચવામા આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને બનાવમાં જન્મદિનની ઉજવણી કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામા આવી રહી છે.

ઉજવણી મામલે નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રીયા

સુરતમાં નાથૂરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાજપ નિતી સ્પષ્ટ છે કે ગાંધીજી વિશે ટીકા કરે તે ચલાવી નહીં લેવામાં આવે. સુરત જેવા બનાવોની ભાજપ ટીકા કરે છે. અમારો પક્ષ અને નેતાઓની વિચારસરણી સ્પષ્ટ છે. ગાંધીજીની કામગીરી વિશે કે ટીકા ભાજપ નહિ ચલાવી લે. દેશના રાષ્ટ્રપિતાએ હજારો વર્ષ માટે સ્વીકારવો પડે એવો સંદેશ આપ્યો છે. ગાંધીજીના વિચારો લોકો નવી પેઢી સુધો પોહોંચે તેવા અમારા પ્રયત્નો છે.

ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં પ્રકારે નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેરઠમાં હિન્દુ મહાસભાની ઓફિસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્માની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી દેશના ભાગલા માટે જવાબદાર છે. જે રીતે મહાભારતમાં ધર્મની રક્ષા માટે અર્જુને ભીષ્મ પિતામહનો વધ કર્યો, તેવી રીતે હિન્દુ ધર્મની રક્ષા માટે ગોડસેએ ગાઁધીને માર્યા હતા. મહાત્મા ગાંધીએ દેશમાં અંદાજે 40 લાખ નિર્દોષ લોકોને મરાવ્યા હતા.

(5:31 pm IST)