Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

હવે સુરેન્દ્રનગરમાં પારો વધી ૪૫.૩ ડિગ્રી : જનજીવન ઠપ

ગરમીથી બચવા માટે વિવિધ પગલાં લેવાયા : અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૩થી ઉપર પહોંચ્યો : બપોરના ગાળામાં રસ્તા સુમસામ બન્યા

અમદાવાદ, તા.૨૧: ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગો, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આગામી બે દિવસ દરમ્યાન પણ પારો ૪૧થી ૪૪ની વચ્ચે રહી શકે છે. આજે રાજ્યભરમાં સૌથી વધારે ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન વધીને ૪૫.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જનજીવન ઉપર માઠી અસર થઈ હતી. બીજી બાજુ જે વિસ્તારમાં પારો ૪૩ થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૩.૩, ડીસામાં ૪૩, ગાંધીનગરમાં ૪૩ તાપમાન રહ્યું હતું. ભુજમાં પણ મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં પારો હજુ પણ ઉપર જઈ શકે છે. વધતી જતી ગરમીના કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રાહત આપવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પાણીના જગ મુકાયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેક વિસ્તારોમાં સક્રિય થયેલી છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને તીવ્ર ગરમી વચ્ચે મદદ કરવામાં આવી રહી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. વધતી જતી ગરમી વચ્ચે હાલમાં લોકોને સાવધાવ રહેવાની જરૂર છે. બીજી બાજુ હાલમાં ગરમીથી બચવા માટે તમામ પ્રયાસો જરૂરી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૩.૪

ડિસા................................................................. ૪૩

ગાંધીનગર........................................................ ૪૩

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૨.૬

વડોદરા......................................................... ૪૧.૬

સુરત............................................................ ૩૪.૮

વલસાડ........................................................ ૩૪.૪

અમરેલી........................................................ ૪૨.૨

ભાવનગર......................................................... ૩૮

રાજકોટ......................................................... ૪૨.૫

સુરેન્દ્રનગર.................................................... ૪૫.૩

ભુજ.............................................................. ૪૩.૨

નલિયા............................................................. ૩૮

કંડલા એરપોર્ટ................................................ ૪૨.૨

કંડલા પોર્ટ..................................................... ૩૮.૬

મહુવા..............................................................૩૭.૪

(8:01 pm IST)
  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • વિજય માલ્યા બાદ હવે નિરવ મોદી લંડનમાં વસી જાય તેવા સંકેત : તેની સંપતિ પણ લંડનમાં જ છે : મેહુલ ચોકસીએ અમેરીકામાં રહેવાની માગી પરવાનગી access_time 3:56 pm IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST