Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરતમાં ખેતરમાંથી મળી આવેલ માતા-પુત્રની લાશને લઈને થયો ખુલાસો

સુરત:શહેરના છેવાડે ઇકલેરા-સણિયા રોડ પર એક ખેતરમાં કોથળામાંથી મળી આવેલા હાડપિંજર પાંડેસરા વિસ્તારમાંથી લાપતાં થયેલી માતા-પૂત્રના હોવાની પ્રબળ શક્યતાં પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શક્યતાને આધાર મળે એ માટે માતા-પૂત્રીની મિસિંગની ફરિયાદ આપી વતન ચાલ્યા ગયેલા યુવકની ભાળ મેળવવા કવાયત કરવામાં આવી રહી છે.

શહેરમાં ચકચારી બનેલા આ ઘટના અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઇકલેરા ચારરસ્તાથી સણિયા તરફ જવાના રસ્તા પર કિશોર સોલંકીના ખેતરને પાસે પડેલા કોથળામાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. શવિવારે આજે સવારે સ્થાનિક ખેડૂતના ધ્યાન ઉપર આ વાત આવતાં પોલીસને જાણ કરાઇ હતી. સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસ પ્લાસ્ટિકના કોથળામાંથી બબ્બે હાડપિંજર મળતા ચોંકી ઉઠી હતી. બે હાડપિંજર પૈકી એક હાડપિંજર મહિલાનું અને બીજું હાડપિંજર બાળકનું હતું. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડયા હતા.

(5:34 pm IST)