Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મહેસાણામાં પતિ સાથેના ઝઘડાથી કંટાળી પત્નીએ ફાસો ખાધો

મહેસાણા: મહેસાણામાં પટાવાળાની ચાલીમાં શનિવારે બપોરે મકાનના રૂમમાં માતાને દુપટ્ટા વડે ગળે ટૂંપો ખાધેલી હાલતમાં જોઇ 12 વર્ષનો જીગર બાજુમાં રહેતા કાકા પાસે દોડી જઇ મારી મમ્મી લટકી ગઇ તેમ કહેતાં જ બનાવ સ્થળે લોકો ભેગા થઇ ગયા હતા. સિવિલમાં લાશનું પેનલ તબીબની મદદથી પીએમ કરાયું હતું. જ્યારે મહિલાના પરિવારે સિવિલમાં પહોંચી મહિલાના સાસરિયાં સામે આક્ષેપ કર્યા હતા.

પટાવાળાની ચાલીમાં રહેતા લાલાજી ઠાકોરના લગ્ન 15 વર્ષ પૂર્વે અમદાવાદની સીતાબેન સાથે થયા હતા.તેઓને 3 સંતાનો હતા. મહિલા મદદરૂપ થવા બીજાને ત્યાં ઘરકામ કરવા જતી હતી. શનિવારે બપોરે સીતાબેન છતે લોખંડની એંગલ પર દુપટ્ટા વડે ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. આ સમયે ઘરે આવેલા 12 વર્ષના જીગરે દરવાજાની તિરાડમાંથી અંદર જોતાં જ ધ્રુજી ઊઠ્યો હતો અને સીધો પડોશમાં રહેતા કાકા ભરતભાઇ પાસે જઇ મારી મમ્મી લટકી ગઇ છે, આથી દોડી આવેલા કુટુંબીઓની મદદથી મહિલાને ઉતારી સિવિલમાં લઇ જવાઇ હતી. પોલીસે પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું.ઝઘડાઓથી તંગ આવી આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરાયા હતા.

(5:34 pm IST)
  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST

  • કર્ણાટકમાં ભાજપ કરશે કમબેક ?:કુમારસ્વામીના શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડખ્ખો :નાયબ મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પણ અસંતોષ ભભૂક્યો :બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે જનાધાર મજબૂત થવાની શકયતા ઓછી:ભાજપને વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં 'મતભેદો'ને કારણે રાજ્યમાં કમબેક કરી શકે છે: કોંગ્રેસ-જેડીએસ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતભેદોને કારણે તેમનો જનાધાર મજબૂત નહિ થાય access_time 1:59 pm IST

  • MPમાં કોંગ્રેસ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર નહિ કરે : મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વગર કોંગ્રેસ ચૂંટણી લડશેઃ કમલનાથઃ સૂત્રો કહે છે, કમલનાથ અને જયોતિરાદિત્ય જૂથો વચ્ચે જોરદાર વિવાદ ચાલે છેઃ દિગ્વીજયસિંહે પણ નવો મોરચો ખોલ્યો છે access_time 3:42 pm IST