Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નડિયાદ-મહેમદાવાદના શિલોડા પાટિયા નજીક અજાણ્યા વાહનની હડફેટે રાહદારીનું કમકમાટી ભર્યું મોત

નડિયાદ:નડિયાદ-મહેમદાવાદ રોડ શીલોડ પાટીયા નજીક ગત તા. ૧૮-૫-૧૮ના રોજ રોડ ઉપરથી એક અજાણ્યો આધેડ પુરુષ ચાલતો જતો હતો. ત્યારે પૂરઝડપે હંકારી પસાર થતો અજાણ્યા વાહનચાલક રાહદારીને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી અજાણ્યા રાહદારી પુરુષને ગંભીર ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ૫૦ વર્ષના આશરાના ઈસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અજાણ્યા મૃતકની ઓળખ થઈ નથી. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:33 pm IST)