Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આણંદના વિદ્યાનગરમાં હર્બલ સીડ્સ વેચવાના બહાને 95 લાખની ઠગાઈ આચરનાર દિલ્હીના ઈસમો વિરુદ્ધ તપાસ શરૂ

આણંદ:જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા વ્યક્તિએ હર્બલ સિડ્ઝ ખરીદવાના ધંધામાં લાખોની રકમ ગુમાવી હતી. મુળ યુએસએ અને દિલ્હીના વ્યક્તિઓ મળી અગાઉથી કાવતરુ રચી વિદ્યાનગરમાં રહેતા વ્યક્તિ પાસેથી હર્બલ સિડ્ઝના ૩૦૦ પેકેટ કિંમત ૬૬,૦૦,૦૦૦/-માંથી ૨૦૦ પેકેટ આપી ૧૦૦ પેકેટ ન આપી છેતરપીંડી આચરી હતી. આ ઈસમોએ દિલ્હીની બેન્કનો એકાઉન્ટ નંબર,ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડની સાથે ટેક્સ કોડ આપી કુલ ૯૫,૦૦,૦૦૦/-ની છેતરપીંડીને અંજામ આપ્યો હતો.

આ ઘટનામાં વિદ્યાનગર પોલીસના જણાવ્યા મુજબવિદ્યાનગરમાં કલરવ બંગ્લોઝમાં રહેતા એલ્કેશભાઈ સુરેશભાઈ પટેલ જેઓ તા. ૧૩-૭-૨૦૧૭ થી ગઈ કાલ સુધના સમય ગાળામાં યુએસએ સ્થિત ડૉ.કેરન અન્ના, દિલ્હીમાં રહેતો બેન્જામીન સ્ટીફન, બેંગ્લોરમાં રહેતી હેરીબેરી, યુએસએ સ્થિત ડેસીલા સ્મિથ, બેગ્લોરની ફાર્મર નેહા રાજ, દિલ્હીની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા, અને બેટન્ડ નામનીકંપનીના કોન્ટેકમાં ઈન્ટરનેટ માધ્યમથી આવ્યા હતા.

(5:31 pm IST)