Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

માતર નજીક રતનપુરમાં બે યુવકે સગીર સાથે મળી કિશોરી પર બળાત્કાર ગુજારતા અરેરાટી

માતર: પાસેના એક ગામે બે યુવક અને એક સગીરે ભેગા મળી કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના બાદ સગીરે પોતાના ફોનમાં વીડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતા માતર પંથકમાં ભારે ચકચાર જાગી છે. આ સંદર્ભે માતર પોલીસ મથકે ક્રૃત્ય આચરનાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

તાલુકાના રતનપુર ગામે રહેતા રમેશ ચિમન સોલંકીએ પોતાના મિત્ર સંદિપ ધીરુ સોલંકી અને ૧૪ વર્ષના સગીરે ભેગા મળી એક ૧૪ વર્ષની કિશોરી ઉપર બળાત્કાર ગુર્જાયો છે. ગત્ તા.૧૯/૪/૨૦૧૮ના રોજ  જાર કર્મ કરવાના ઈરાદે આ ત્રણેય લોકો કિશોરીને ભગાડી ગયા હતા.

આ બાદ ગામના દેવળ પાસે  ઉપરોક્ત ત્રણેય લોકોએ ભેગા મળી આ કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. દરમ્યાન સગીર શખ્સે પોતાના ફોનમાં તેણીની બિભિત્સ વિડીયો ક્લીપ ઉતારી દીધી હતી. આ બાદ કિશોરીને ધમકી આપવામાં આવી હતી.

ભોગ બનનાર કિશોરીએ હિંમત કરી આ વાતની જાણ પોતાના પરિવારજનોને કરી હતી. આ અંગે માતર પોલીસ મથકે રમેશ સોલંકી, સંદિપ સોલંકી અને સગીર શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ છે.

(5:31 pm IST)