Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પ્રાતિજના પિલુદ્રા પાટિયા નજીક અચાનક કાર પલ્ટી ખાતા યુવક સહીત બાળકનું મોત

પ્રાંતિજ:ના પિલુદ્રા ગામના પાટીયા પાસે આજે અચાનક કાર પલ્ટી જતા યુવક અને એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પીલુદ્રા પાટીયા પાસે હિંમતનગર તરફથી આવતા કાર અગમ્ય કારણોસર રોડની સાઇડમાં પલ્ટી ગઇ હતી. કારમાં સવાર પૈકી દિલીપ ભીખાભાઈ સોલંકી (ઉ.વ. ૩૫) અને એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય ત્રણને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રાંતિજ બાદ હિંમતનગરમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી.

(5:30 pm IST)