Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજી દેશ માટે દિશા દર્શક બનશે : વિજયભાઇ

રાજ્યમાં ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા નવી સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ

તસ્વીરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ત્રિનેત્ર ડ્રોન સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો તે નજરે પડે છે.

ગાંધીનગર તા. ૨૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્ત્િ।ઓ પર બાજ નજર રાખી લાલ આંખ કરવાની સંકલ્પબદ્ઘતા સાથે ખાણ ખનિજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ આધુનિક ટેકનોલોજી વિનિયોગને શ્નત્રિનેત્રલૃ– ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર કોઇ પણ પ્રકારની ભ્રષ્ટ પદ્ઘતિઓ, ગેરકાયદે પ્રવૃત્ત્િ।ઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ-નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ખનિજ ચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્ત્િ।ને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખનિજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજયના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનિજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો ઉપયોગ, સુસજ્જ મેનપાવર અને પારદર્શિતા-સંવેદનશીલતા સાથે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસ દળને પોકેટકોપથી સજ્જ કરીને ગુનેગારોના ડેટા હાથવગા બનાવ્યા છે તેની વિગતો આપતા ઉમેર્યું કે હવે ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીથી આ જ પ્રકારે ખાણ ખનિજ વિભાગ પણ ગેરકાયદે ખનન-માફિયાઓને નશ્યત કરી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત બે લાખ સ્કવેર કિલોમીટર વિસ્તાર ખાણ-ખનિજ સંપદા ધરાવે છે તેના પર આ ત્રિનેત્રથી સતત વોચ રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં આ ડ્રોનનો ઉપયોગ અને રાજયસ્તરે કમાન્ડ કંટ્રોલ રૂમ, વિજિલન્સ સઘન બનાવવાની નેમ દર્શાવી હતી.

તેમણે રાજય સરકારના અન્ય વિભાગો પાણી પૂરવઠા, માર્ગ-મકાન વગેરેને પણ આ ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીથી સાંકળી લેવાય તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતે કરેલી આ પહેલ દેશ માટે દિશા દર્શક બનશે.

આ પાયલોટ પ્રોજેકટ તહેત પ્રારંભિક તબક્કે સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર જેવી મોટી નદીઓમાંથી થતી બિન અધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્ત્િ।ઓ પર ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ તેમણે ભૂમિકા આપી હતી.

 ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના કમિશનર શ્રી રૂપવંત સિંહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે રાજયમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ઉપલબ્ધ છે.

 રાજયના તમામ ખનિજ વિસ્તારોમાં ઓનલાઇન હરાજીથી જ નિકાલ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે અને રાજય સરકારે ખૂબ ઝડપથી આ અંગેની વ્યવસ્થા ઊભી કરીને સમગ્ર રાજયમાં ૬૮૬ જેટલા જુદા જુદા ખનિજોના બ્લોક હરાજી માટે તૈયાર કરી દીધા છે.

આગામી સમયમાં આ બધા જ વિસ્તારો હરાજીથી નિકાલ થશે, જેના કારણે રાજયને રોયલ્ટીની મહત્ત્।મ આવક પ્રાપ્ત થશે, રાજયનો વિકાસ આંક પણ માઇનીંગ સેકટરના કારણે આગળ આવશે એટલું જ નહિં, રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે.

 કચ્છ જિલ્લામાં લાઇમ સ્ટોન ખનિજના ત્રણ મોટા વિસ્તારોનો ગત વર્ષે હરાજીથી નિકાલ કરવામાં સફળતા મેળવી છે, જેના કારણે આવનારા ભવિષ્યમાં રાજયને નવ હજાર કરોડ જેટલી માતબર આવક રોયલ્ટી અને પ્રિમિયમના માધ્યમથી થશે.

 ખનિજ ખોદકામ અને વહનમાં ગેરરીતિઓ નામશેષ કરવા માટે ખનિજ વિસ્તારોનું માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.

તદઉપરાંત ખનિજોનું કાયદેસર વહન થાય અને તેમાં કોઇ પણ ગેરરીતિને અવકાશ ન રહે તે માટે બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિકયોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે.

શ્રી રૂપવંત સિંહે બિન અધિકૃત ખનનને રોકવા માટે રાજય સરકાર દ્વારા અમલી બનાવેલ ડ્રોન સર્વેલન્સ સિસ્ટમની વિસ્તૃત ટેકનિકલ જાણકારી નિદર્શન દ્વારા આપી હતી.

 આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનર શ્રી મમતા વર્મા, શ્રી બેનીવાલ, અધિક કમિશનર શ્રી શ્વેતા તેવટિયા સહિત ઉદ્યોગ-ખાણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આભારવિધિ શ્રી ડી. એમ. શુકલાએ કરી હતી.

(4:19 pm IST)
  • રાજકોટ : શાપરમાં યુવાનને ઢોરમાર મારી હત્યા નિપજાવવાનાં મામલે પોલીસે 4 આરોપી, ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલા નામના શખ્શોની કરી ધરપકડ : મારકૂટના cctv ફૂટેજનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ થયો છે વાયરલ access_time 11:20 am IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • કર્ણાટકમાં ભાજપ કરશે કમબેક ?:કુમારસ્વામીના શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડખ્ખો :નાયબ મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પણ અસંતોષ ભભૂક્યો :બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે જનાધાર મજબૂત થવાની શકયતા ઓછી:ભાજપને વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં 'મતભેદો'ને કારણે રાજ્યમાં કમબેક કરી શકે છે: કોંગ્રેસ-જેડીએસ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતભેદોને કારણે તેમનો જનાધાર મજબૂત નહિ થાય access_time 1:59 pm IST