Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આરટીઓમાં ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા હિલચાલ!

સેન્સર ટ્રેક પર હાલમાં આરટીઓના અધિકારીઓ દ્વારા ટ્રેક ટેસ્ટ લેવાતો હોવા છતાં ગેરરીતીની ફરીયાદો હતીઃ હવે શું ખાનગી કંપની ગેરરીતી નિવારી શકશે?

રાજકોટ, તા., ર૧: રાજયની તમામ આરટીઓમાં પાકા લાઇસન્સ માટે સેન્સરવાળા ટ્રેક પર ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને આપવાની કવાયત શરૂ થઇ છે. હાલ આરટીઓના અધિકારીઓ દ્વારા જ ટ્રેક પર ટેસ્ટ લેવાય છે તેમ છતાં તમામ આરટીઓમાં પાકા લાઇસન્સના ટેસ્ટ લેવામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીની ફરીયાદો વ્યાપક બની હોવાથી હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફરીથી ખાનગી એજન્સી રોકવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

અગાઉ તમામ ટેસ્ટ ટ્રેક પર વાહન ચાલકોના ટેસ્ટ લેવાની કામગીરી ખાનગી કંપની જ સંભાળતી હતી. પરંતુ તેમાં ફરીયાદો ઉઠતા સરકારે કોન્ટ્રાકટ રદ કરીને તમામ આરટીઓમાં અધિકારીઓ જ ટ્રેક પર હાજર રહીને ટેસ્ટ લેવાના આદેશ કર્યા હતા.

(4:06 pm IST)