Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પુરૂષાર્થ પોતાનો, પ્રસાદ પ્રભુનોઃ પદ્મશ્રી ડો. એચ.એલ.ત્રિવેદીની આત્મકથાનું વિમોચન

અમદાવાદ તા ૨૧ : પદ્મશ્રી ડો. એચ.એલ. ત્રિવેદીની આત્મકથા ''પુરૂષાર્થ પોતાનો : પ્રસાદ પ્રભુનો'' પુસ્તકનું વિમોચન થયુ છે. ભાવનગર યશવંતરાય નાટયગૃહ ખાતે લોકાર્પણ સમાંરભ તથા પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. નાદુરસ્ત તબીયતના કારણે ડો. એલ.એચ. ત્રિવેદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકયા નહોતો. તેમના સ્થાને અમદાવાદ કિડની હોસ્પીટલના રેસિડન્જ્ઞ મેડિકલ ઓફિસર (આરએમઓ) ડો. વિરેન ત્રિવેદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સદભાવના હોસ્પિટલ ટ્રસ્ટ, વડલી અને કળસારના ડો. કનુભાઇ કળસરીયા મુખ્ય મહેમાનો તરીકે હાજર રહ્યા હતા.

હળવદ ચાલુકાના એક નાનકડા ગામ ચરાવડામાં જન્મેલા ડો.એચ.એલ. ત્રિવેદીએ આરોગ્ય ક્ષેત્રે જે સંશોધનો કર્યા છે તેપશ્ચિમના દેશોના ડોકટરોને સમજવામાં હજુ એક દાયકા કરતા વધારશે સમય લાગી શકે છે. ડો. ત્રિવેદી દેશમાંથી વિદેશ જવાની મહત્વાકાં્ંક્ષા સેવી કેનેડા ગયા હતા અને ત્યાંની હોસ્પીટલમાં ડોકટર તરીકેની અદભુત સેવાઓ આપી હતી. તેઓ વિદેશની ધરતી પર તો ગયા, પણ તેમના હ્રદયમાં હંમેશા ભારતના દર્દીઓની સેવાનો સંકલ્પ રહ્યો અતો. ૧૯૮૦ ના દાયકામાં તેઓ વિદેશમાંથી ધિકતી પ્રેકટીશ છોડી ભારત પરત આવ્યા હતા અને અમદાવાદમાં કિડની ઇન્સિટીટયુટનો પાયો નાખ્યો હતો. કોઇ વિચારી પણ નહોતું શકતું તે સમયે ડો.એચ.એલ. ત્રિવેદીએ ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરી હતી.

(4:29 pm IST)