Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ડીએચએફએલનો કાલથી એનસીડી ઈશ્યૂ ખુલશે

અમદાવાદ, તા.૨૧: નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં રજિસ્ટર્ડ ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક હાઉસિંગ ફાઈનાન્સ કંપની દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડિએચએફએલ)એ તા.૨૨ના રોજ ડિબેન્ચરદીઠ રૂ.૧૦,૦૦ની ફેસ વેલ્યુ ધરાવતો સીકયોર્ડ રીડિમેબલ નોન- કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ઈશ્યુની બેઝ સાઈઝ રૂ.૩,૦૦૦ કરોડ (બેઝ ઈશ્યુ સાઈઝ) છે. રૂ.૯૦૦૦ કરોડ સુધી અને કુલ રૂ.૧૨,૦૦૦ કરોડ સુધી (ટ્રેન્ચ ૧ ઈશ્યુ લિમિટ) (ટ્રેન્ચ ૧ ઈશ્યુ)નું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ ધરાવે છે. તા.૧૪ના રોજ ટ્રેન્ચ ૧ પ્રોસ્પેકટ્સ દ્વારા ઓફર થયો છે. બીજી બાબતોની સાથે સાથે ટ્રેન્ચ ૧ ઈશ્યુની શરતો અને નિયમો ધરાવે છે. (ટ્રેન્ચ ૧ પ્રોસ્પેકટસ) તેનો અભ્યાસ સંયુકતપણે તા.૧૪નાં રોજ સેલ્ફ પ્રોસ્પેકટસ (શેલ્ફ પ્રોસ્પેકટસ) સાથે કરવો જોઈએ. તેનું ફાઈલિંગ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્ર, મુંબઈ (આરઓસી), સ્ટોક એકસચેન્જ અને સીકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં થયું છે શેલ્ફ પ્રોસ્પેકટસ અને આ ટ્રેન્ચ ૧ પ્રોસ્પેકટ્સ ધરાવે છે.

(3:38 pm IST)