Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોરસેનામાં ભંગાણ : સમાજનું નવું સંગઠન ઠાકોર સેવા સંઘ સ્થપાયુ

અલ્પેશ ઠાકોરના અનેક સાથીદારો જોડાયા : પ્રથમ પ્રમુખ તરીકે જુગલજી ઠાકોરની વરણી : ભાજપ ફેવરનું છતાં ઉદેશ્ય બિનરાજકીય રખાયો

 મહેસાણા:ઠાકોર સમાજમાં ક્ષત્રિય ઠાકોર સેનાથી રાજકીય કદ વધારનાર અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોર સામે હવે ઠાકોર સમાજમાં નવું સંગઠન રચાયું છે. અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેના સામે શરુ કરાયેલ ત આ સંગઠનનું નામ ઠાકોર સેવા સંઘ અપાયું છે. 

   નવા રચાયેલા ઠાકોર સેવા સંઘમાં એક સમયના અલ્પેશ ઠાકોરના નજીકના સાથીદાર ગણાતાં અનેક હોદ્દેદારો જોડાતા અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં ભંગાણ સર્જાયું છે નવા સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે જુગલજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.જો કે આ સંગઠન ભાજપને સમર્થન કરતું હોવા છતાં તેનો ઉદેશ્ય બિન રાજકીય રાખવામાં આવ્યો છે.આ સંગઠનમાં સમાજમાં કન્યા કેળવણી અને શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે,વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજના મત પોતાની તરફ ખેંચવા માટે ક્ષત્રિય ઠાકોર સેનાનું અલ્પેશ ઠાકોરે સ્ટેન્ડ લીધું.અને કઇક અંશે અલ્પેશ ઠાકોર તેમાં સફળ પણ થયા હતા .


  એવું મનાય રહયું છે કે  ભાજપ દ્વારા પણ હવે અલ્પેશની ઠાકોર સેના સામે ઠાકોર સમાજ નું નવું સંગઠન ઉભું કરવામાં આવ્યું છે.આ સંગઠનનું નામ ક્ષત્રિય ઠાકોર સેવા સંઘ આપવામાં આવ્યું છે અને તેના પ્રથમ પ્રમુખ તરીકે જુગલજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.

(6:05 am IST)