Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

વલસાડમાં બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો : રૂપિયા ગણવા કાઉન્ટિંગ મશીનની વ્યવસ્થા કરવી પડી

વલસાડઃ વલસાડમાં બ્રીજરાજદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો આ ડાયરામાં અંદાજે  50 લાખનો વરસાદ થયો હોવાનું કહેવાય છે રૂ. 50, 200 અને 500ની નોટોનો વરસાદ થતા  આ રૂપિયા ગણવા માટે સ્પેશ્યલ કેશ કાઉન્ટિંગ મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

    વલસાડ જિલ્લાના કલવદા ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો છે. આ કાર્યક્રમમાં બ્રીજરાજદાન ગઢવી પર લાખો રૂપિયા ઉડ્યા હતા. 

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં બ્રીજરાજદાન ગઢવી અને ગીતા રબારી પણ ગાયક તરીકે ઉપસ્થિત હતા.

(6:06 am IST)