Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રતાપનગર ચોકડી પાસેથી આમલેથા પોલીસે મો.સા. પર ટ્રિપલ સવારી જનાર ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રતાપનગર ચોકડી પર ઉભેલા આમલેથા પીએસઆઇ એસ .ડી. પટેલ એ વાહન ચેકીંગ દરમિયાન એક મો.સા.પર ત્રણ સવારી જતા ઇસમોને ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
નાંદોદ તાલુકાના પ્રતાપનગર ચોકડી પાસે વાહન ચેકીંગ ઉભેલી આમલેથા પોલીસે મો.સા GJ.22.3741 ની ઉપર ત્રણ સવારી બેસી આવનાર વ્યક્તિઓ માં શનુભાઇ સોમાભાઇ વસાવા (રહે.અકૂવાડા તા.નાંદોદ) ,મહેશભાઇ શાંતીલાલ વસાવા (રહે.ખોજલવાસા તા.નાદોદ) અને ભરતભાઇ મેલીયાભાઇ વસાવા (રહે.ખોજલવાસા તા. નાંદોદ) વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:13 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • કોરોના બેફામ બન્યો : રાજકોટ શહેર - જીલ્લામાં આજે ૭૭ મોત access_time 1:06 pm IST