Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અમદાવાદમાં પોલીસ એસ્કોર્ટ સાથે ઓક્સીઝનનો જથ્થો લવાશે

ભરૂચ અને દહેજથી ઓક્સિજન લાવશે: હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન પહોંચાડવા પોલીસના સાત અધિકારીઓને જવાબદારી સોંપાઈ

અમદાવાદમાં કોરોના મહામારીને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. અને તેને કારણે ઓક્સિજનની માગમાં પણ વધારો થયો છે. જેને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર બહારથી ઓક્સિજનનો જથ્થો લાવવામાં આવશે. અને આ માટે અમદાવાદ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ એસ્કોર્ટ સાથે ઓક્સિજન અમદાવાદમાં લાવવામાં આવશે.

કોરોનાનું સંક્રમણ બેકાબૂ બનાવવાને કારણે ઓક્સિજનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે હાલ ઓક્સિજનની અછત સર્જાઈ છે. તેવામાં ઓક્સિજન સમયસર અને સહી સલામત લાવવામાં આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. અને ઓક્સિજનની વહેંચણી માટે પોલીસની મદદ લેવાશે.

 આ માટે અમદાવાદ પોલીસના સાત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ભરૂચ અને દહેજથી ઓક્સિજન લાવવામાં આવશે. અને અહીંથી ઓક્સિજન લાવતી ટ્રકો પોલીસ એસ્કોર્ટ સાથે આવશે. અને હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન પહોંચે તેની જવાબદારી આ સાત અધિકારીઓની હશે

(9:31 pm IST)