Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

સુરતમાં ડિજીજીઆઈની ટીમે સાંજના સુમારે દરોડા પાડી અલગ અલગ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલ બે શાકદારોની ધરપકડ કરી

સુરત: શહેરમાં ડીજીજીઆઈની ટીમે આજે મોડી સાંજે કરોડો રૃપિયાના અલગ અલગ બોગસ બીલીંગ કૌભાંડમાં સંડોવાયેલા બે શકદારોની સીજીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી મોડી સાંજે ઈન્ચાર્જ કોર્ટમાં જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરતાં કોર્ટે બંને શકદારોને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો છે.

ડીરેકટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિઝન્સ  (ડીજીજીઆઈ)ની ટીમે આજે બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ ઈસ્યુ કરીને ખોટી રીતે ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ ઉસેટીને પાસઓન કરવાના વધુ બે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ડીજીજીઆઈની ટીમે આજે   માલની વાસ્તવિક સપ્લાય કર્યા વિના માત્ર કાગળ પર જ ખરીદ વેચાણના બોગસ ઈન્વોઈસ બનાવીને ક્રેડીટ પાસઓન કરવાના અલગ અલગ કેસોમાં બે શકદારોની પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી.

જે દરમિયાન કુલ 33  જેટલી અસ્તિત્વ ન ધરાવતી બોગસ પેઢીઓના નામે અંદાજે રૃ.50 કરોડના બોગસ બીલીંગ ઈસ્યુ કરીને કરોડો રૃપિયાની ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ ઉસેટવા તથા પાસઓન કરનાર શકદાર અશરફ ઈબ્રાહીમ કાલાવડીયા (રે.ઈ-502,અલ્ટીમેટ,જૈનબ હોસ્પિટલ પાસે રાંદેર)ની પ્રિમાઈસીસની તપાસ હાથ ધરી હતી.

(5:03 pm IST)
  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST

  • સાબરમતી કાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાન : સાબરકાંઠાના વાતાવરણમાં પલટોઃ જિલ્લામાં મધરાત બાદ ભારે પવન સાથે વરસાદ, ખેતરમાં ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. access_time 4:07 pm IST

  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST