Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વડોદરામાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા યથાવત:માંજલપુર સહીત તાંદલજા વિસ્તારમાં 2 દિવસ પાણીનો કાપ મુકવામાં આવતા લોકોની હાલત કફોડી

વડોદરા:શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે તેવી સમયે કોર્પોરેશન તરફથી પણ માંજલપુર અને તાંદલજા ટાંકી ખાતે પાઇપલાઇન જોડાણની કામગીરી કરવાની હોવાથી તારીખ 22 અને 23 પીવાના પાણીનો કાપ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેરની લાલબાગ ટાંકી પાસે 450 મીમી ડાયાની નળિકા બદલવાની કામગીરી તારીખ 22મી હાથ ધરવામાં આવનાર છે જેને ધ્યાનમાં રાખી માંજલપુર અને દંતેશ્વર વિસ્તારમાં સાંજનું પાણી વિતરણ કરી શકાશે નહીં.

એ જ પ્રમાણે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારની પાણીની ટાંકી ના સપના ઇન્ટર કનેક્શન ની કામગીરી અને નવીન 600 એમ એમ ડાયાની ફિડર લાઈનનું જોડાણ કરવાની કામગીરી તારીખ 22 મીએ હાથ ધરવામાં આવનાર છે જેથી તારીખ 22 મીએ સાંજનું પાણી આ સમગ્ર વિસ્તારમાં વિતરણ થશે નહીં અને તારીખ ૨૩મીએ સવારનું પાણી ઓછા પ્રેશરથી વિતરણ કરવામાં આવશે.

(5:02 pm IST)