Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગુજરાતમાં 'ઇફકો' ઓકિસજન બનાવશે

કોરોના કાળમાં પ્રાણવાયુની અછત નિવારવા સહકારી સંસ્થાઓ મેદાને : કલોલ પાસે રોજ ૧૦૦૦ બાટલા ઉત્પાદન થશેઃ ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીની અકિલા સાથે વાતચીતઃ કૃભકો દ્વારા સુરત પાસે પ્લાન્ટની તૈયારીઃ સરકારી અને સેવાભાવી હોસ્પિટલોને મફત અપાશે

રાજકોટ તા. ર૧ :.. રાજયમાં કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની જબ્બર જરૂરીયાત ઉભી થતા અગ્રગણ્ય સહકારી સંસ્થાઓએ ઓકિસજન ઉત્પાદન શરૂ કરવાનું બીડુ ઝડપ્યુ છે. આવતા ૧પ-ર૦ દિવસમાં ઉત્પાદન શરૂ થઇ જતા ઓકિસજનની માંગમાં રાહત થશે. આ પ્રાણવાયુ આધુનિક ટેકનોલોજી મારફત હવામાંથી ઉત્પન્ન કરવામાં આવશે.

ઇફકોના વાઇસ ચેરમેન અને રાજયના પુર્વ કેબીનેટ મંત્રીશ્રી દિલીપ સંઘાણીએ અકિલા સાથેથી વાતચીતમાં જણાવેલ કે ઇફકો દ્વારા ગાંધીનગરના કલોલ ખાતે ઓકિસજન પ્લાન્ટ સ્થપાશે જેના માટે મશીનરોનો ઓર્ડર અપાઇ ગયો છે. સરકારી મંજૂરીની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. રોજની ૧ હજાર બોટલ ઉત્પાદનનો અંદાજ છે. સરકારી હોસ્પિટલો અને સેવાભાવી હોસ્પિટલોમાં ઓકિસજન વિનામુલ્યે અપાશે. કૃભકોના ચેરમેન ચંદ્રપાલ યાદવ સાથે વાત થયા મુજબ તેઓ સુરતના હજીરા પાસે ઓકિસજન ઉત્પાદન કરવા માંગે છે. અમર ડેરી દ્વારા અમરેલીમાં પ્લાન્ટ સ્થાપવાની વિચારણા છે.

(4:18 pm IST)