Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ડેરીમાં પૈસા આપવા નથી અને મારી પાસેથી વસૂલાત કરવી છે

દૂધસાગર ડેરીની સભામાં વિપુલ ચૌધરીનો હુંકાર : દૂધસાગર ડેરીને સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયને લઇ ચૌધરીએ આકરા પ્રહાર કર્યા : મોદી મળવા માંગતા નથી

અમદાવાદ,તા.૨૧ : મહેસાણા ખાતે આજે દૂધસાગર ડેરીની ખાસ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડેરીના ચેરમેને આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા. વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીને રાજય સરકાર દ્વારા થઇ રહેલા અન્યાય અને ડેરીની મુશ્કેલીઓને લઇ ફેડરેશન પર નિશાન તાક્યું હતું. ચૌધરીએ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું કે, દૂધસાગર ડેરીમાં પૈસા આપવા નથી ને, વિપુલ ચૌધરી પાસેથી વસૂલાત કરવી છે. ડેરીની ચિંતા હોય તો સરકાર સહકાર કેમ નથી આપતી. વડાપ્રધાનના નામે ચરી ખાવાનું બંધ કરી દેવા પણ વિપુલ ચૌધરીએ માર્મિક ઇશારામાં ટોંણો માર્યો હતો. દૂધસાગર ડેરીની સભામાં ડેરીનો મલ્ટી સ્ટેટ માર્કેટિંગનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ભાવવધારાની ચર્ચા કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીએ ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન મામલે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રને મજબૂત બનાવવાનું હોય નહીં કે ખાનગીને. નરેન્દ્ર મોદી મારાથી નારાજ છે એ મને ખબર છે. તેઓ સીએમ હતા ત્યારે અને પીએમ થયા ત્યારે પણ મળવા ગયો છું. હું તેમને પૂછું છું કે તમે મુલાકાત આપતા નથી કે મળવા માંગતા નથી. આ સહકારી સગંઠન માંડમાંડ ભેગું થયું છે. આ સાધારણ સભાના હોલમાં ફેડરેશનને સાંભળ્યા છે. મતોના અધિકાર અપાવો જોઈએ નહીં. દૂધસાગર ડેરીમાં પૈસા આપવા નથી અને વિપુલ ચૌધરી પાસે વસૂલાત કરવી છે. તેમણે સરકારને પડકાર ફેંકતા જણાવ્યું કે, રાજસ્થાનની સરકાર દૂધ ઉત્પાદકોને ૨ રૂપિયા વધારાના આપે છે. રાજસ્થાન સરકારની જેમ તમે પણ આ માટે તૈયાર છો એ વાત કરો. ગુમરાહ કરવા નીકળ્યા છો લોકોને. દૂધસાગર ડેરીમાં આપ લોકોનો સહકાર છે મને. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજના આગેવાનોને બોલાવી ચર્ચા કરીશું. દૂધસાગર ડેરીને ફેડરેશન સહકાર ન આપે તો મલ્ટિ સ્ટે કો.ઓ.માં લઈ જવા દો ચર્ચા થઈ હતી. ડેરીમાં જો કોઈને લાગતું હોય તો અમે અલગ રીતે ધંધો કરીશું. તમારે અમારા પાછળ આવવું હોય તો આવજો, ના આવવું હોય તો કંઈ નઈ. ટેસ્ટ ઓફ ઈન્ડિયાની વાત છે તો મલ્ટિ સ્ટેટ થવા દો. સહકાર આપો ડેરીને પરંતુ જાહેરાતો જોઈ સહકાર આપવાની ભાવના મને દેખાતી નથી. સહકાર વિના નહીં સહકાર અને જરૂર પડે તો સંઘર્ષ વિના પણ સહકાર નહીં. વડાપ્રધાનના નામે ખોટા લોકો ચરી ખાવાનું બંધ કરો. બધાએ સંગઠિત થવું પડશે. કાયદેસરની કાર્યવાહી પણ કરજો. આ સહકારી ડેરી છે સહકાર યોગ્ય કામ કરવા દો. સહકાર આપવો હોય તો ગમે ત્યાંથી આપી શકાય. આવતા દિવસોમાં બધા સાથ સહકાર આપે. રાજસ્થાનમાં દૂધ મંડળી બનશે. રાજસ્થાન સરકાર આપણીએ મંડળીઓને પણ ૩૨ રૂપિયાનો લાભ આપશે એવી આશા પણ ચૌધરીએ વ્યકત કરી હતી.

(9:22 pm IST)