Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

દિલીપ સાબવાના આરોપ PAASએ ફગાવ્યા:કહ્યું પૂર્વ યોજિત કાવત્રુ : સમાજ હાર્દિક પટેલની સાથે અને ભાજપની વિરોધમાં

ચૂંટણીના એક દિવસ પહેલા જ તેમને આ કેમ યાદ આવ્યું :હેમાંગ પટેલએ કર્યા સવાલો

અમદાવાદ :પાસના કન્વીનર દિલીપ સાબવાએ પત્રકાર પરિષદ કરીને સમાજની માફી માંગી હતી. સાબવાએ કહ્યું હતું કે આંદોલનથી સમાજને ગેરમાર્ગે દોરવા બદલ સમાજ મને માફ કરે. સાથે તેણે એવા પણ આરોપો લગાવ્યા હતો કે હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાએ પાટીદાર યુવાનોને શરાબ અને શબાબના નશામાં ડૂબાડી દીધા છે

   . દિલીપ સાબવાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સોનિયા ગાંધીએ એવું કહ્યું હતું કે, પાટીદારોને માંગણી સ્વીકારવાની ન હોય, પાટીદારો ભાજપને જ મત આપે છે.

     દિલીપ સાબવાના આરોપો પર પાટીદાર અનામત આંદોલન સમિતિએ પ્રતિક્રિયા આપી. પાસ કન્વીર હેમાંગ પટેલે કહ્યું કે આ બધું પૂર્વ આયોજિત છે. સમાજ હાર્દિકની સાથે અને ભાજપના વિરોધમાં છે. હેમાંગ પટેલે એવા પણ સવાલો કર્યા કે, જો ખરેખર આવું જ હતું તો ચૂંટણીના એક દિવસ પહેલા જ કેમ યાદ આવ્યુ?

   હેમાંગ પટેલે કહ્યું કે વિધાનસભાચૂંટણી પહેલા દિનેશ બાંભણિયા અને હવે દિલીપ સાબવા આવ્યા છે. આ બધુ પૂર્વ આયોજિત છે. સમાજ હાર્દિકની સાથે છે.

(7:08 pm IST)