Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના પાટણની સભામાં જયનારાયણ વ્‍યાસને યાદ કરી વખાણ કર્યા તેને વધાવતા જયનારાયણ વ્‍યાસ

 

પાટણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં તેમણે પાકિસ્તાન, આતંકવાદ અને કોંગ્રેસ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ સાથે સાથે તેમણે મંચ પરથી ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસને પણ યાદ કર્યા હતા. પીએમ મોદીએ મંચ પરથી જયનારાયણ વ્યાસના વખાણ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે, હું સંઘનું કામ કરતો હતો, ત્યારે તેમના ઘરે ગયો હતો. એ સમયે જયનારાયણભાઇ મોટા સાહેબ હતા. સરકારમાં મોટા બાપુ હતા. તેમના ઘરની બહાર લાલ લાઇટવાળી ગાડીઓ ઊભી હોય. એ દિવસે મેં તેમને પહેલીવાર સાંભળેલા કે, આ અર્થકારણ શું કહેવાય, ઇનવેસ્ટમેન્ટ શું કહેવાય?

પીએમ મોદીએ કરેલા વખાણ અંગે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, જ્યારે માણસ મોટો બને ત્યારે તેમનામાં સહાજીક નમ્રતા આવતી હોય છે. નરેન્દ્રભાઇએ મારો ઇલ્લેખ કર્યો એનો મને આનંદ છે. એ તેમની મોટાઇ છે. હું એને ખૂબ જ નમ્રતાપૂર્વક સ્વીકારું છું.

(3:41 pm IST)