Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

અંકલેશ્વર : અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેરમાંથી બાઈક ચોરીનો આરોપી અંકલેશ્વર શહેરમાં ફરી રહ્યો છે ની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વાલિયા તાલુકાના પણસોલી ગામના કિશન માનસિંગ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:37 pm IST)