Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહનો આણંદમાં ભવ્‍ય રોડ શો: ૭ લાખની મતની લીડથી જીતનો કર્યો છે સંકલ્‍પ

 

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહના સમર્થનમાં અમદાવાદના સાણંદખાતેથી રોડ શો યોજાઈ રહ્યો છે. આ રોડ શોમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે. અમિત શાહ આજે સાંજે પાંત વાગ્યે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થાય તે પહેલાં પોતાના મતક્ષેત્રની સરખેજ, વેજલપુર સાણંદ જેવી બેઠકો પરના વોટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. સવારે અમિત શાહે અમદાવાદ શહેરના સિંધુ ભવન અને પ્રહલાદ નગર ખાતે વિવિધ સોસાયટીના પ્રમુખો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી. સાણંદમાં શરૂ થયેલો રોડ શો ગઢિયા ચાર રસ્તા ખાતે સમાપ્ત થયો હતો. સાત લાખ મતોની લીડથી અમિત શાહના વિજય થાય તેવા સંકલ્પ સાથે આ રોડ શો સમાપ્ત થયો હતો.

(3:33 pm IST)