Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

મોર્ડન ગુજરાતના રચયિતા પૂર્વ ચીફ સેક્રેટરી-નિવૃત આઈએએસ ઓફિસર એચ,કે,ખાનનું દુઃખદ નિધન

દિલ્હીની ઓખલા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા :મુખ્યમંત્રીના સલાહકાર તરીકે યશસ્વી સેવા પ્રદાન કરનાર ખાન દ્વારા દેશને અનેક નવા પ્રોજેક્ટ અપાયા હતા

 

અમદાવાદ :ગુજરાતના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી અને નિવૃત્ત આઈએએસ ઓફિસર  એચ કે ખાનનું આજે દુઃખદ નિધન થયું છે ૧૯૫૬ની ગુજરાત કેડરના તેઓ આઈએએસ ઓફિસર હતા.

 એચ,કે,ખાન મોડર્ન ગુજરાતના તેઓ રચયિતા હતા. 1987માં કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના સચિવ તરીકે તેમણે ખૂબ યાદગાર કામગીરી કરી હતી અને અનેક નવા પ્રોજેક્ટો દેશને આપ્યા હતા

ગુજરાતના ચીફ સેક્રેટરી અને મુખ્યમંત્રીના સલાહકાર તરીકે યશસ્વી ફરજો બજાવી હતી

 દિલ્હીની ઓખલા ખાતેની હોસ્પિટલમાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.વર્ષો સુધી અકિલા પરિવાર સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો રહ્યા હતા.અકિલા પરિવારે બે મિનિટ મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

(11:03 pm IST)