Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

વલસાડની બજારમાં હાફુસ કેરીનું આગમન :પારડીમાં પહેલો જથ્થો પહોંચ્યો :મણનો ભાવ 1000થી 2000 સુધીનો ખુલ્યો

પારડી એપીએમસી માર્કેટના વજનકાંટા ઉપર હાફૂસ, અને કેસર કેરીનું મુહુર્ત કર્યું

 

વલસાડ :સૌથી પ્રખ્યાત ગણાતી વલસાડ જિલ્લાની હાફૂસ કેરીનું વલસાડ જિલ્લાના બજારમાં આગમન થઈ ગયું હતું. પારડીની એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત કેરી માર્કેટમાં હાફૂસનો પહેલો જથ્થો આવ્યો હતો. સિઝનની પહેલી હાફૂસ કેરીના આગમનને લીઘે મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. 20 કિલોના હાફુસ કેરીનો ભાવ 1000થી 2000 જેટલો ખુલ્યો હતો. વખતે કેરીનું પ્રમાણ ગત વર્ષ કરતાં થોડું વધારે રહે તેવું જોવાય રહ્યું છે.

પારડી ટાઉનમાં મેઈનરોડ ઉપરના મુખ્ય રોડ ઉપર આવેલી કેરી માર્કેટમાં એપીએમસી માર્કેટના વજનકાંટા ઉપર હાફૂસ, અને કેસર કેરીનું મુહુર્ત કરવામાં આવ્યું હતું.

 પારડીના કેરી માર્કેટમાં ખેડૂતો પાસેથી કેરી વેચાણે લેવાની શરૂઆત થઈ છે.

(12:07 am IST)