Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

હું જો આ વખતે જીતીશ તો હું મિનિસ્ટર બનવાની: આશા પટેલની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ

લુ 50 લાખ રૂપિયામાં પતિ જવું એના કરતા આ એક સારી પોલિસી એવું હું માનું હું એ આપી શકું મારી લાગણી છે.

ઊંઝાની વિધાનસભા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર આશા પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં આશા પટેલ કોઈ બ્રિજેશ પટેલ નામના વ્યક્તિ સાથે નોકરીને લઇને વાતચીત કરી રહ્યા છે, આ વાતચીતમાં આશા પટેલ એમ પણ કહે છે કે, મેં એવું નક્કી કર્યું છે કે, આ સરકારને તું સ્વીકારી લે અને હું જો આ વખતે જીતીશ 25 હજારથી વધારે વોટથી તો હું મિનિસ્ટર બનવાની.

આશા પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે થયેલી વાતચીત નીચે પ્રમાણે છેઃ

આશા પટેલ : મેં એવું નક્કી કર્યું છે કે, આ સરકારને તું સ્વીકારી લે અને હું જો આ વખતે જીતીશ 25 હજારથી વધારે તો હું મિનિસ્ટર બનવાની

બ્રિજેશ પટેલ : રાઈટ

આશા પટેલ : મને મિનિસ્ટર બનાવશે તો હું તને મારી સાથે રાખીશ અને એ રીતે આપણે કંઈ એવું સેટિંગ કરીશું નજીકમાં મારી જોડે રે, તને તારી જીંદગીમાં પાંચ વર્ષની અંદર સેટિંગ કરીશ. હું નોકરીનું ફૂલ ટાઈમ ગમે તે રીતે બરાબર અથવા મારી જોડેને જોડે રાખીશ મારે તો શું જીંદગીમાં સારા માણસોની જરૂર જ છે, બરાબર.

બ્રિજેશ પટેલ : રાઈટ

આશા પટેલ : એ રીતે આપણે આખું કરીશું, પેલુ 50 લાખ રૂપિયામાં પતિ જવું એના કરતા આ એક સારી પોલિસી એવું હું માનું હું એ આપી શકું મારી લાગણી છે.

બ્રિજેશ પટેલ : એ તો તમારી રાઈટ વાત છે.

આશા પટેલ : એ કોંગ્રેસમાં ન જોડાયો હોત તો એ કિંગ મેકર હોત અને આંદોલનકારીએ કિંગ મેકર જ રહેવું જોઈએ, વિમલભાઈ 35 આપતા હતા એટલું તો કરી લે સેટ.

બ્રિજેશ પટેલ : હું તો વાત કરું હમણાં કે, વિમલભાઈ 35 આપતા હોય તો 35 આપો. તમે યસ કે નો કહી દો. તમારે આપવા હોય તો યસ કહી દો અને ન આપવા હોય તો નો કહી દો.

આશા પટેલ : તમે એવું ન કહેતા કે, હું આશાબેનને મળ્યો તો.

બ્રિજેશ પટેલ : ના કરું હું વાત જ ન કરું એના મગજમાં સીધો પોઈન્ટ આવી જાય કે આશાબેન અહિયાનું કરાવતા હશે. એટલે હું કાલનો આજ વિચારતો હતો કે, આશાબેનની આપણે કોઈ વાત નથી કરવી.

આશા પટેલ : સત્તા હોયને એટલે બધા આપે, સત્તા ન હોયને તો કોઈ ના આપે અને જો હું જીતી ગઈ અને મિનિસ્ટર બની ગઈ તો તારે મને કહેવું નહીં પડે.

બ્રિજેશ પટેલ : એટલો મને વિશ્વાસ છે તમારા ઉપર તો વિશ્વાસ છે.

આશા પટેલ : તારે મને કહેવું નહીં પડે.

બ્રિજેશ પટેલ : આ પછી તમે મને એટે ટાઈમ ફોન કર્યો છે. ઘરે તમે અત્યાર સુધી આવેલો અને બેઠેલો પણ પાંચ લાખ રૂપિયા આપે. પાંચ લાખ રૂપિયાનું આપણે શું બેન થઇ જવાનું.

આશા પટેલ : 10 લાખ રૂપિયા કેતોતો અને નોકરી પેલી પ્રાઇવેટની.

બ્રિજેશ પટેલ : એ તો પ્રાઈવેટ સેક્ટરમાં જ કહેતો હતો.

આશા પટેલ : ગવર્મેન્ટ.

બ્રિજેશ પટેલ : ગવર્મેન્ટ મને એને કીધુ તો કે, હું બ્રિજેશ નોકરીનું કરાવી દવ. આ તો શું બેન હવે હું તમારા થ્રુ નહીં કેવડાવું. આજે ટ્રાય કરી જોવ ચિરાગને સીધું કઈ દવ.

આશા પટેલ : પણ તું હાલ એકદમ ઓપોઝમાં ન જતો રેતો.

બ્રિજેશ પટેલ : ઓપોઝમાં કોઈ પણ વાત નહીં. મારે કશું જ કરવાનું નહીં, મારે સમર્થન જ કરવાનું છે. ઓપોઝમાં તો જવાનું પણ નથી.

(10:50 pm IST)