Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

અમદાવાદમાં ગર્ભવતી મહિલાના ઘરમાં ધુસીને છેડતી: કહ્યું ,, ડોક્ટરે મને સેક્સ કરવાનું કહ્યું છે હું નહીં કરું તો બિમાર પડીશ

ફતેવાડીમાં આરોપીએ પરણિતા પાસે બીભત્સ માંગણી કરી ;લોકો ભેગા થઇ જવાની બીક લાગતા મહિલાના હાથમાં ચુંબન કરીને ફરાર

 

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે શહેરની ફતેવાડીમાં ગર્ભવતી મહિલાના ઘરમાં ઘૂસી એક  શખ્સે છેડતી કરી  હતી ઘરમાં ઘૂસીને શખ્સે કહ્યું કે, તું બહું સારી દેખાય છે, મારે તારી સાથે લગ્ન કરવા છે. પરિણીતા કંઇ સમજે પહેલાં તો શખ્સ હાથ અપકડીને ચુંબન કરી ફરાર થઇ ગયો હતો.

  અંગેની વિગત મુજબ ફતેવાડીમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 40 વર્ષના દાઢીધારી શખ્સ વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ નોકરી ઉપર ગયો હોવાથી તે એકલી હતી. સવારે 11 વાગ્યે આરોપી ઘરમાં ધૂસી આવ્યો હતો. આરોપીઓએ પરિણીતા પાસે બિભત્સ માંગણી કરતાં કહ્યું હતું કે, ડોક્ટરે મને સેક્સ કરવાનું કહ્યું છે નહીં કરું તો હું બીમાર થઇ જઇશ. શખ્સના વર્તનથી ડઘાયેલી પરિણીતાએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો હતો.

  આરોપીએ પરિણીતાને કહ્યું કે તું બહું સારી દેખાય છે. મારે તારા જેવી છોકીર સાથે લગ્ન કરવા છે. તું ઉત્તર પ્રદેશની છં તો મને તારા જેવી છોકરી ઉત્તર પ્રદેશથી લાવી આપ. મારે લગ્ન કરવા છે. પરિણીતાએ કહ્યું કે તમો મોટી ઉંમરના છો મારી સાથે આવું વર્તન કેમ કરો છો. આજુબાજુમાં લોકો ભેગા થશે તેવું લાગતાં આરોપી પરિણીતાના હાથ ઉપર ચુંબન કરી ફરાર થઇ ગયો હતો. પરિણીતાએ બ્લોકમાં રહીશોને મુદ્દે વાત કરતા સ્થાનિક લોકોએ આરોપીની શોધખોળ હાથધરી હતી.

(12:09 am IST)