Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ભાજપ ત્રિપલ મર્ડરના આરોપી મારફત હાર્દિક પટેલની હત્યા કરાવી શકે ;નિખિલ સવાણીનું ચોંકાવનારું નિવેદન

જો હાર્દિકનું મર્ડર થશે તો તમામ જવાબદારી ગુજરાત પોલીસની રહેશે

 

અમદાવાદમાં  નિકોલના વિરાટનગર વિસ્તારમાં હાર્દિક પટેલની સભામાં સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલના સાથી નીખીલ સાવણી દ્વારા ચોંકાવનારું  નિવેદન આપાવમાં આવ્યું છે.

 નીખીલ સવાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી મારફત હાર્દિક પટેલની હત્યા કરી શકે છે. તેવું ચોકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. અને ગુજરાત પોલીસને જાણ કરી હતી કે, જો હાર્દિકનું મર્ડર થશે તો તમામ જવાબદારી ગુજરાત પોલીસની રહેશે તેવું ઉમેર્યું હતું.

    અત્રે ઉલેલ્ખનીય છે કે નિકોલ પાસે વિરાટ નગરમાં યોજાયેલી હાર્દિક પટેલની  સભામાં છુટ્ટા હાથની મારામારી કરવામાં આવતા પોલીસ દ્વારા મામલે લોકોના ટોળાને ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલની સભામાં પ્રચાર કરવામાં માટે પહોંચ્યો હતો.

(1:21 am IST)
  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • કોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST