Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

રાજ્યના આઇપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયનના પત્ની સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓ દિલ્હીથી ઝડપાયા

રિફંડના નામે ઓટીપી મળેવી 1.37 લાખની છેતરપિંડી કરનાર ચાર શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપી લીધા

અમદાવાદઃ રાજ્યના આઈપીએસ ઓફીસર રાજકુમાર પાંડિયનના પત્ની પાસેથી રિફંડના નામે ઓટીપી મળેવી 1.37 લાખની છેતરપિંડી કરનાર ચાર શખ્સોની દિલ્હીથી સાયબર ક્રાઈમે ઝડપી લીધા છે  આરોપીઓ દિલ્હીમાં કોલ સેન્ટર ખોલી અન્ય રાજ્યોમાં છેતરપિંડી કરતા હતા ત્યારે ગુજરાતમાં પણ અન્ય બે ભોગ બનનાર સામે આવ્યા છે.

  મળતી માહિતી પ્રમાણે સાઇબર ક્રાઇમે શ્રદ્ધાનંદ, વિક્રાંત શર્મા, નયન શર્મા અને વિવેક જુયાલ નામના આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. શ્રદ્ધાનંદ આ ગેંગનો માસ્ટર માઇન્ડ છે. આ લોકો પર આરોપ છે કે આ શખ્સોએ ડો શાલીની પાંડિયાન નામની એક મહિલાને ફોન કરી લેકમે કંપનીથી તમને રિફંડ આપવાનુ છે તેમ કહી તેમની પાસેથી બેંક ડિટેલ અને ઓટીપી મેળવી તેમના ખાતામાંથી રુપિયા 1.37 લાખની છેતરપિંડી કર્યુ હતું.

   સાયબર ક્રાઈમે ફરિયાદ દાખલ કરી આરોપીઓ જે બેંકમાંથી રુપિયા મેળવ્યા હતા. તે બેંકના સીસીટીવી સહિત અન્ય પુરાવા મેળવી આ ચારેય શખ્સોની દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપીઓ દિલ્હીમાં એક કોલ સેન્ટર ખોલી આ રીતે સમગ્ર દેશમાં ફોન કરી છેતરપિંડી કરતા હતા. પોલીસનું કહેવું છે કે પ્રોપર્ટી ડિલિંગના નામે આ કૌભાંડ ચાલાવી રહ્યા હતા..

   સાયબર ક્રાઈમના એસીપી જીતેન્દ્ર યાદવનુ કહેવુ છે કે આરોપીઓ WWW.CUSTOMERSCOMPLAINTS.IN પરથી જે પણ વ્યકિતએ પોતાની ફરિયાદ નાખી હોય તે વ્યકિતઓની માહિતી મેળવી લેતા હતા. ત્યાર બાદ જેતે વ્યકિતઓને ફોન કરતા અને કંપનીમાંથી વાત કરીએ છીએ અને કંપની તમને રિફંડ રુપિયા આપશે તેમ વિશ્ર્વાસમાં લઈ લેતા હતા. વિશ્ર્વાસમાં લીધા બાદ આરોપીઓ બેંકની માહિતી મેળવી અને ભોગ બન્નાર પાસેથી ઓટીપી મેળવી તેમના બેંક ખાતામાંથી રુપિયા કાઢી લેતા હતા.

(12:17 am IST)